જુઓ કેટલા લોકોએ સર્વેમાં ઈસુદાન ગઢવીને પોતાનો મત આપ્યો
ગુજરાત વિધાનસભાની ચુંટણીની તારીખ જાહેર થતાં હવે ત્રિપાંખીયો જંગ જામશે. ત્યારે ત્રણેય પાર્ટીઓ દ્વારા પોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પોતાના સીએમનો ચહેરો જનતા પોતે નક્કી કરી શકે તે માટે મત આપવાનું આયોજન કરાયેલ હતું. જેમાં ૧૬.૪૮ લાખ લોકોએ ભાગ લીધો હતો, જેમાં સૌથી વધુ ૭૩% મત ઈસુદાન ગઢવીને આપ્યો હતો.
આમ આદમી પાર્ટીએ આખરે ઈસુદાન ગઢવીને આગામી વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરેલ છે
આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને પ્રદેશ પ્રમુખ અને ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રીના ઉમેદવાર બનાવીને પાટીદાર તથા ઓબીસી બંને સમુદાયનું બેલેન્સ કરેલ છે.
Other News : ચૂંટણી તારીખોની જાહેરાત : ગુજરાતની જનતા બદલાવ માટે તૈયાર, અમારી જીત થશે : કેજરીવાલ