Charotar Sandesh
બોલિવૂડ

અનુષ્કા શર્મા શેર કરી ’બેબી બંપ’ની તસવીરો, વિરાટે કહી દિલને સ્પર્શી જાય એવી વાત…

મુંબઈ : બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાની પ્રેગ્નેંસીના સમાચાર બાદથી જ ચર્ચામાં છે. તો બીજી તરફ અનુષ્કાએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ’બેબી બંપ’ના ફોટા શેર કર્યા છે. આ ફોટા પર વિરાટ કોહલી એવી વાત કહેવામાં આવી છે જે તેમના ફેનને ઇમોશન કરી રહી છે. અનુષ્કાનું કહેવું છે કે કે પોતાની અંદર જીવનના સર્જનનો અનુભવ કરવાને લઇને બીજી કોઇ વસ્તુ વાસ્તવિક ન હોઇ શકે.
અભિનેત્રીએ રવિવારે ઇંસ્ટાગ્રામ પર પોતાના ’બેબી બંપ’નો એક ફોટો શેર કર્યો છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે જે ’જીવન રચવાના અનુભવથી વધુ વાસ્તવિક અને વિનમ્ર કંઇપણ નથી. જ્યારે આ તમારા નિયંત્રણમાં નથી તો હકિકતમાં તમારા નિયંત્રણમાં શું છે? આ ફોટામાં અનુષ્કા વચ્ચે ઉભી રહીને પોતાના બેબી બમ્પને પ્રેમથી જોતી જોવા મળી રહી છે. સફેદ રંગના ટોપમાં અનુષ્કાની સાદગી બધાનું દિલ જીતી રહી છે.
ફોટા પર કોમેન્ટ કરતાં લોકો તેમને સ્વસ્થ્ય રહેવાની દુવાઓ આપી રહ્યા છે. તો બીજી તરફ તસવીર પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં વિરાટ કોહલીને એક એવી વાત લખી છે જેને વાંચીને દરેક પિતા ઇમોશનલ થઇ જાય છે. વિરાટે લખ્યું કે ’મારી આખી દુનિયા એક ફ્રેમમાં’.

Related posts

અભિનેતા અજય દેવગણ ગુજરાતનો મહેમાન બન્યો : સીનેમેટિક ટુરિઝમ પોલિસીનું લોન્ચિંગ કર્યું, જુઓ મુખ્યમંત્રી સાથેની તસ્વીરો

Charotar Sandesh

ગોવિંદા અને યશરાજ ફિલ્મ્સની કારનો થયો અકસ્માત, જાનહાની ટળી…

Charotar Sandesh

‘રાધે’ ઓનલાઈન ૨૫૦ કરોડ રૂપિયામાં વેચાશે…?

Charotar Sandesh