Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકામાં સ્થાયી ગુજરાતી દંપત્તિ પર ત્રાટક્યા લુંટારૂ, ગોળીબારમાં પત્નીનું મોત…

USA : વિદેશમાં રહેતા ભારતીયો તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ પર જીવલેન હુમલા થવાની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહી. તાજેતરમાં જ સુરતના રહેવાસી એવા દંપતિ પર અમેરિકામાં ગોળીબારની ઘટના ઘટી છે જેમાં પત્નીનું મોત નિપજ્યું છે. ગોળીબારમાં ઈજાગ્રસ્ત થયેલા પતિ હાલ સારવાર હેઠળ છે. દંપતિ સુરતના ભરથાણાનું છે. અમેરિકામાં મેરિલેન્ડમાં હોટેલ માલિક દંપતી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી પ્રમાણે, સુરતના ભરથાણાનો પટેલ પરિવાર છેલ્લા ૨૦ વર્ષથી અમેરિકાના મેરીલેન્ડમાં સ્થાયી થયો હતો. આ પરિવાર મેરીલેન્ડમાં મોટલના બિઝનેસ સાથે સંકળાયેલો છે.

દિલીપ પટેલ અને તેમના પત્ની ઉષા પટેલ શુક્રવારે મોટલના કામમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક કેટલાક અજાણ્યા ઈસમો લૂંટના ઈરાદે આવ્યા હતા. લૂંટારુઓ દંપતી પર ફાયરિંગ કરીને નાસી છૂટ્યા હતા. બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઉષાબેનનું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે દિલીપ પટેલ સારવાર હેઠળ છે. પટેલ દંપતી સાથે બનેલી આ ઘટનામાં સુરતમાં રહેતા તેમના પરિવારજનોમાં સોપો પડી ગયો હતો.

આ પટેલ દંપતીને સંતાનમાં બે બાળકો છે. જેમાં મોટો દીકરો હોટલ ઉદ્યોગ સાથે જોડાયેલો છે. તેમના સંતાનો પણ આ ઘટનાથી ભારે આઘાતમાં છે. લુંટારૂઓ દ્વારા કેટલી લૂંટ કરવામાં આવી તેને લઈને હજી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલાની ઘટનાઓ સતત વધી ગઈ છે. લૂંટના ઈદારે તેમના પર ફાયરિંગ કરવામાં આવે છે.

  • Nilesh Patel

Related posts

અમેરિકામાં ફરી એક વખત કોરોનાનો કહેર, ૧ લાખથી વધુ નવા સંક્રમિત મળ્યા

Charotar Sandesh

આ વિમાનનો ઉપયોગ નાના ઉપગ્રહોને અવકાશમાં લઇ જવા માટે થશે વિશ્વના સૌથી મોટા વિમાને ઉડાન ભરી, અંતરિક્ષમાં રોકેટ લઈ જવા સક્ષમ

Charotar Sandesh

ડુંગળીએ પાકિસ્તાનીઓને રડાવ્યા : કિલોનો ભાવ ૧૦૦ રૂ.ને પાર…

Charotar Sandesh