-
જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે હંસાબેન રામસિંહભાઈ પરમાર અને ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ હસમુખભાઈ પટેલ ચુંટાઈ આવ્યા…
આણંદ : જીલ્લા પંચાયતની બેઠકોમાંથી ભાજપના પક્ષે ૩૫ બેઠકો આવી હતી. ત્યારે પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી માટે માત્ર બે જ ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં પ્રમુખ તરીકે હંસાબેન પરમાર અને ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. જોકે પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે અન્ય કોઈએ ઉમેદવારી નોંધાવી ન હતી.
જેથી આજરોજ જીલ્લા પંચાયતના હોલમાં જીલ્લા કલેકટર આર. જી. ગોહીલ અને ડીડીઓની ઉપસ્થિતિમાં પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણીનો પ્રારંભ થયો હતો. જેથી કલેકટરે પ્રમુખ તરીકે હંસાબેન પરમાર અને ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ પટેલને બીન હરીફ તરીકે ચુંટાયેલા જાહેર કર્યા હતા. જેને લઈ ભાજપ પક્ષના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે આણંદ જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, પુર્વ સાંસદ લાલસિંહ વડોદીયા, દીપકભાઈ સાથી, ઉપપ્રમુખ તથા જીલ્લાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ વિજેતા બનેલા પ્રમુખ અને ઉપપ્રમુખનું સન્માન કરી મોં મીઠુ કરાવ્યું હતું. જ્યારે કોંગ્રેસના નટવરસિંહ મહીડાએ પણ પ્રમુખ અને ઉપપ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા.