ગુજરાતમાં આજે કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 45 છે…
આણંદના ખંભાતમાં વધુ એક કેસ કોરોનાગ્રસ્ત વિસ્તારમાં જ મળી આવ્યો…
આણંદ : રાજ્યમાં કોરોના કોહરામ આજના દિવસે પણ યથાવત રહ્યો છે. ગુજરાતમાં આજે કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 45 છે, જ્યારે એક વ્યક્તિને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી ઘરે મોકલી દેવામાં આવ્યો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીના કુલ પોઝિટીવ દર્દીઓની સંખ્યા 617 પર પહોંચી ગઈ છે. કુલ દર્દીઓમાં 9ની હાલત ગંભીર જણાતા તેઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 527 લોકો સ્ટેબલ છે. ગુજરાતમાં અત્યાર સુધી 55 લોકોએ કોરોના સામેની લડાઈમાં જીત મેળવી છે એટલે કે તેમને ડીસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 26નો છે.
આણંદ જિલ્લામાં લોકલ ટ્રાન્સમીશનથી કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો હતો, ત્યારે આણંદ જિલ્લામાં કોરોનાની કુલ સંખ્યા ૧૦ થવા પામી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૯૬ વ્યકિતઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. જયારે જિલ્લામાં કુલ ૧૧૬૦ વ્યકિતઓને હોમ કોરોન્ટાઇલ હેઠળ તથા ૩૩ વ્યકિતઓને સરકારી ફેસીલીટીમાં કવોરન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યાનું જિલ્લા અધિકારી ડો.છારીએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદના ખંભાતમાં વધુ એક કેસ કોરોનાગ્રસ્ત વિસ્તારમાં જ મળી આવ્યો છે, જેમાં આજે ખંભાતમાં આજે ૫૪ વર્ષના પુરુષનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેને સારવાર અર્થે ખસેડાયો છે.