Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

યાત્રાધામ વડતાલધામમાં ૨ હજાર કિલો રીંગણનું શાક બનાવી ૨૦૧મા દિવ્ય શાકોત્સવની ઉજવણી કરાઈ

દિવ્ય શાકોત્સવ

૨૫ હજારથી વધુ હરિભક્તોએ પ્રસાદનો લાભ લીધો

નડિયાદ : ખેડા જિલ્લામાં વડતાલમાં ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને ચેરમેન દેવપ્રકાશ સ્વામીની પ્રેરણાથી મહાસુદ પૂનમના રોજ ૨૦૧મા શાકોત્સવની ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ૨૫ હજારથી વધુ હરિભક્તોએ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે ચેરમેન દેવપ્રકાશ સ્વામીએ પ્રાસંગીક ઉદ્‌બોધન કર્યુ હતું. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, ઘોર કરીકાળમાં ભગવાન શ્રીહરિએ પધારી સંપ્રદાયમાં ઉત્સવોની હારમાળા સર્જી છે. ભગવાને જે કર્યુ તે ઔલોકીક થઈ ગયું. શ્રીહરિએ સુરાખાચરનાં ઘરે બે – બે માસ દરમ્યાન શાકોત્સવની ઉજવણી કરી હતી.

દિવ્ય દર્શનનો હરિભક્તોએ લાભ લઈ ૨૦૦ વર્ષ પહેલા લોયામાં ઉજવાયેલા શાકોત્સવની અનુભુતી કરી

વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડૉ.સંત સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ મંદિરનાં સભામંડપમાં હરિગુણદાસજી સ્વામી (ઉમરેઠ)એ ભગવાન શ્રી હરિએ ૨૦૦ વર્ષ પહેલા લોયામાં સુરાખાચરનાં દરબારમાં ભક્તોની પ્રસન્નાર્થે દિવ્ય શાકોત્સવની ઉજવણી કરી હતી. જેની શાકોત્સવ લીલાની કથાનું રસપાન કરાવ્યું હતું. શ્રી હરિએ ૧૬ મણ ઘી માં ૬૦ મણ રીંગણાનું શાક બનાવ્યું હતું. આ વઘાર ભગવાને જાતે કર્યો હતો. આ ઉત્સવમાં શ્રી હરિએ તૈયાર કરેલા પ્રસાદ નંદસંતો તથા હરિભક્તો ભાવથી જમ્યા હતા. જે પરંપરા આજે પણ સંપ્રદાયમાં ચાલી આવે છે. સંપ્રદાયના નાના-મોટા મંદિરોમાં શાકોત્સવની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ સંપ્રદાયમાં વડતાલનો શાકોત્સવ મહત્વનો માનવામાં આવ્યો છે. મહાસુદ પૂર્ણિમાનાં દિવસે શાકોત્સવ નિમિત્તે મંદિરમાં બિરાજેલા શ્રીહરિકૃષ્ણ મહારાજ સમક્ષ ચૂલા ઉપર રીંગણનું શાક અને રોટલા બનાવવાની સામગ્રી મુકવામાં આવી હતી.

સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉત્સવ એટલે શાકોત્સવ, નાના હરિમંદિરથી લઈ દેશ-વિદેશમાં શાકોત્સવની ઉજવણી થાય છે

ભગવાન શ્રીહરિ શાકોત્સવનાં ઉત્સવ દરમિયાન કહેવા માંગે છે કે, જેમ અલગ-અલગ મસાલા એકમેકમાં ભળીને શાકોત્સવનો અનેરો સ્વાદ આપે છે તેમ સત્સંગીઓએ એકબીજામાં ભળીને મદદરૂપ થઈ જીવનમાં અનેરો આનંદ પ્રાપ્ત કરીએ. કોઈ પણ હરિભક્તો નાની-મોટી સેવાઓ કરે ત્યારે ભગવાન શ્રીહરિનો રાજીપો અવશ્ય ઉતરે છે. ભગવાનને રાજી કરવા ઉત્સવ જરૂરી છે.

Other News : યુક્રેનમાં અભ્યાસ કરતા આણંદના બે વિદ્યાર્થીઓ સાંસદ મિતેષભાઈ પટેલની રાહબરી હેઠળ પરત આવશે

Related posts

ગૂજરાત વિદ્યાપીઠ ગ્રામસેવા કેન્દ્ર બોચાસણ સંચાલિત અધ્યાપન મંદિરમાં ગુરુ વંદના અને પૂર્વ તાલીમાર્થી સંમેલન યોજાયું

Charotar Sandesh

આણંદ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા ઈ-લોક અદાલત યોજીને ૨૦૯ કેસોનો નિકાલ કરાયો…

Charotar Sandesh

ઉમરેઠમાં રાંધણ ગેસની બોટલ ફાટતા પ્રચંડ ધડાકા સાથે ઘરમાં આગ લાગી

Charotar Sandesh