Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં “હું પણ કોરોના વોરિયર્સ” અભિયાન શરૂ થયું…

રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પ્રેરિત  “હું પણ કોરોના વોરિયરસ” અભિયાનનો આજથી પ્રારંભ થયો..

આણંદ : મુખ્યમંત્રીશ્રી પ્રેરિત “હું પણ કોરોના વોરિયર્સ” અભિયાનમાં જિલ્લાની જનતા, યુવા વર્ગ, તમામ સેવાભાવી સંસ્થા, યુવક મંડળ, મહિલા મંડળ, સખી મંડળ, સૌ જોડાય અને એક સપ્તાહ સુધી કોરોના વોરિયર્સ તરીકે કામ કરે તેવી ભાવના સાથે કલેકટર શ્રી આર.જી. ગોહીલે જિલ્લાનાં તમામ નાગરિકોને  જોડવા હાર્દિક અનુરોધ કર્યો છે.

૨૧મેં થી આગમી ૨૭ મે સુધી ચાલનારા અભિયાનમાં ૨૨મેં ના રોજ જિલ્લાનાં બાળકો અને યુવા વર્ગ પોતાના દાદા-દાદી, નાના-નાની સાથે સેલ્ફી ફોટો લઈને સોશ્યલ મીડિયામાં અપલોડ કરવો જ્યારે તા.૨૪/૫/૨૦૨૦ના રોજ જિલ્લાનાં તમામ નાગરિકો પોતાના માસ્ક સાથે નો એક ફોટો મોબાઈલ માં પાડી ને સોશ્યલ મીડિયા માં અપલોડ કરે અને તા. ૨૬/૫/૨૦૨૦ ના રોજ જિલ્લાનાં તમામ નાગરિકો પોતાના મોબાઈલ ફોન માં કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી.

“હું પણ કોરોના વોરિયર્સ” અભિયાનમાં આ ત્રણ અભિયાન મુખ્યત્વે છે અને આણંદ જિલ્લામાં પણ તમામ નાગરિકો, સંસ્થાઓ, મહિલા મંડળ, યુવક મંડળ, બાળકો, યુવા વર્ગ, વકીલો, તબીબો, વહેપારીઓ, કર્મચારીઓ, કામદારો, સૌ ભાગ લે અને અભિયાનને સફળ બનાવવા કલેકટરશ્રીએ  હાર્દિક અનુરોધ કર્યો છે.

તા.૨૨/૫/૨૦૨૦ ના રોજ દાદા દાદી  અને નાના નાની સાથે સેલ્ફી ફોટો સોશ્યલ મિડીયા માં અપલોડ કરી કોરોના વાઇરસ સંક્રમણ સામે વરિષ્ઠ નાગરિકોની કાળજી લઈ રહ્યા નો એક ભાવનાત્મક  સંદેશ સમાજ માં જશે.

એજ પ્રમાણે કોરોના મહામારી સામે માસ્ક જે હાલ નાગરિકો પહેરી રહ્યા છે તે પણ એક પ્રકારની જાગૃતિ છે એટલે જિલ્લા તમામ નાગરિકો પોતાના પહેરેલા માસ્ક સાથે નો ફોટો સોશ્યલ મિડીયામાં અપલોડ કરવો એટલે આરોગ્યની કાળજી લેવાનો સંદેશ સમાજમાં જશે તા. ૨૬/૫/૨૦૨૦ના રોજ ભારત સરકાર દ્વારા નિયત કરાયેલ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી.

જિલ્લાનાં તમામ નાગરિક પોતાના હીતમાં પોતાના આરોગ્યની કાળજી માટે જાગૃતિનાં દર્શન સોશ્યલ મીડિયા માં સંદેશ જશે. “હું પણ  કોરોના વોરિયર્સ” અભિયાનને આણંદ જિલ્લામાં વ્યાપક જનસમર્થન મળે અને અભિયાન સફળ રહે તે માટે જિલ્લાનાં વિવિધ ક્ષેત્રોના આગેવાનો, શિક્ષણ ક્ષેત્રનાં અગ્રણીઓ સાથેની બેઠક માં જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષ કુમાર, નિવાસી અધિક કલેકટર શ્રી પી. સી.ઠાકોર, તાલીમી આઇ એ.એસ. શ્રી સચિનકુમાર સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

કરમસદ પાલિકા અને અડાસ ગ્રામ પંચાયતનાં સંક્રમિત વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરાયા…

Charotar Sandesh

આણંદ જિલ્લાના આરોગ્ય અધિકારી-ડૉક્ટરોનું પ્રશંસનીય કામગીરી બદલ રાજ્ય કક્ષાએ સન્માન

Charotar Sandesh

નાવલી રિસોર્સ રૂમ ખાતે 27 દિવ્યાંગ બાળકો તેમજ વાલી સાથે IED વિભાગ દ્વારા દિવ્યાંગ પતંગોત્સવ ઉજવણી

Charotar Sandesh