-
શ્રી પી. એમ. પટેલ કોલેજ ઓફ પેરામેડીકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ડૉ. આઇ. પી. પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ ટેકનોલોજી એન્ડ રીસર્ચ કોલેજ દ્વારા વર્લ્ડ કૅન્સર ડે ની ઉજવણી કરવામાં આવી…
આણંદ : આણંદ પીપલ્સ મેડીકેર સોસાયટી સંચાલિત શ્રી પી. એમ. પટેલ કોલેજ ઓફ પેરામેડીકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ડૉ. આઇ. પી. પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ ટેકનોલોજી એન્ડ રીસર્ચ માં વર્લ્ડ કેન્સર ડે ઉજવવામાં આવ્યો. આજના સમયમાં બીજા બધા રોગોની જેમ, કેન્સર પણ ખુબ ઝડપી ફેલાતો રોગ છે. દુનિયા ભરમાં કેન્સરથી પીડાતા અનેક દર્દીઓ છે. કેન્સરમાં દર્દીની રોગ પ્રતિકાર શક્તિ ઘટી જાય છે તેથી લોકોએ પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઇએ. જેનાથી કેન્સર થતું અટકાવી શકાય છે. કેમ કે કેન્સરના ઇલાજની કોઇ જ દવા નથી. વિશ્ર્વમાં 4- ફેબ્રુઆરીના દિવસે વિશ્ર્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેના ભાગરુપે આ બન્ને કોલેજોના વિદ્યાર્થીઓને કેન્સર વિશે માર્ગદર્શન પુરુ પાડીને આ દિવસ ઉજવવામાં આવ્યો. કોલેજના આચાર્ય ડૉ નવનીત સિંઘ તથા એચ.ઓ.ડી. મિનલબેન ઠક્કર દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ) સાહેબ, સી.ઇ.ઓ. શ્રી ડૉ. પાર્થ બી. પટેલ, રજીસ્ટ્રાર ડૉ. ઇશિતાબેન પી. પટેલ, એડમીન વિભાગના યુગમાબેન પટેલ, કોલેજના સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓને વ્યસન મુક્ત બની વર્લ્ડ કેન્સર ડેના દિને સમાજમાં જાગૃતતા ફેલાવવા મહેચ્છા વ્યક્ત કરી હતી.