Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આરઆરસેલનો વહિવટદાર પ્રકાશસિંહ પ૦ લાખની લાંચ લેતાં ઝડપાયો : એસીબીનું સર્ચ ઓપરેશન શરૂ…

વઘાસી રોડ સ્થિત ઘર તેમજ ઓફિસ સહિત એસીબીનું સર્ચ ઓપરેશન : મોંઘા આઈફોન, મોટા પ્રમાણમાં મિલકતો સહિત વાંધાજનક દસ્તાવેજો મળવાની શક્યતા વર્તાઈ…

આણંદ : અમદાવાદ ગ્રામ્ય એસીબીએ ગઈકાલે આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલી હેવમોર હોટલમાં લાંચના છટકાનું આયોજન કરીને અમદાવાદ રેન્જના આરઆરસેલના વહિવટદાર એએસઆઈ પ્રકાશસિંહને પ૦ લાખની લાંચ લેતાં રંગેહાથે ઝડપી પાડતાં પોલિસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યા છે. પ્રકાશસિંહના રહેણાંક, ઘર સહિત કેટલીય જગ્યાઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જે દરમ્યાન મોંઘા કિંમતના આઈફોનો, મિલ્કતો, વાંધાજનક દસ્તાવેજો મળ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

એસીબીએ અચાનક છાપો મારી લાંચીયા પોલીસ કર્મીને મોટી રકમની લાંચ લેતા રંગે હાથ પકડતા ચકચાર મચી છે. પોલીસ અને રાજકારણીઓના ફોન રણકી ઉઠ્યા છે. રૂ.૫૦ લાખ ઉપરાંતની રકમની લાંચ લેતા એસીબીએ આર આર સેલના હેડ કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાવલની ધરપકડ કરી છે. વિદ્યાનગર સ્થિત તેઓની દુકાનેથી જ એસીબીએ આ લંચિયા પોલીસ કર્મીને દબોચ્યો છે. આ હેડ કોન્સ્ટેબલ પોલીસ બેડામાં મોટા અધિકારીઓનો મોટો વહીવટદાર હોવાની માહિતી જગ જાહેર છે. પ્રાથમિક માહિતી અનુસાર આ રકમની લેતી દેતી ખંભાતના ખાતર કૌભાંડ સાથે સંકળાયેલ હોવાનું પ્રાથમિક અનુમાન લગવાઈ રહ્યું છે. મહત્વનું છે કે આ ઓપરેશન આણંદ, અમદાવાદ એસીબી દ્વારા સંયુક્ત રીતે ગોઠવાયું હોવાની માહિતી મળી રહી છે.

Related posts

ઉમરેઠ : સુંદલપુરા ખાતે ભારત બાયોગેસ એનર્જી લિ. પ્લાન્ટની મુલાકાત લેતા રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી…

Charotar Sandesh

ખેડા દૂધ ઉત્પાદક સંઘ વિવાદ : ૨૩ ઓક્ટોબરે મતદાન માટે હાઈકોર્ટે આપી છૂટ…

Charotar Sandesh

આણંદ-ખેડા : સાંજ સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૩૦-૦૮-૨૦૨૪

Charotar Sandesh