ઇન્સ્ટા પર કમેન્ટ સેક્શનમાં લોકોએ ડિસલાઈક માટે ઝુંબેશ ચાલું કરી…
ન્યુ દિલ્હી : સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલતા નેપોટિઝ્મ અને ગૃપીઝમને લઈને ઘણા વિવાદ ચાલી રહ્યા છે. લોકોએ તેમનો રોષ પણ કોઈને કોઈ રીતે વ્યક્ત કર્યો છે. કોઈવાર સેલેબના સોશિયલ મીડિયા પર કમેન્ટ કરીને તો, કોઈવાર તેમની ફિલ્મને નાપસંદ કરીને. આ વચ્ચે આલિયા ભટ્ટે તેનું સડક ૨ ફિલ્મનું તુમ સે હી સોન્ગનું વર્ઝન રિલીઝ કર્યું છે. આલિયાએ ઇન્સ્ટા પર કમેન્ટ સેક્શન ઓપન કરી દીધું છે.
તેનો ફોટો શેર કરી આલિયાએ લખ્યું હતું કે, ઇટ્સ શો ટાઈમ. ઓલમોસ્ટ બે મહિના પછી આલિયાએ કમેન્ટ સેક્શન ઓપન કરીને ડિરેક્ટર અયાન મુખર્જીને બર્થડે વિશ કર્યો હતો. ત્યારબાદ તેના સોન્ગની ત્રીજી પોસ્ટ કરી છે. કમેન્ટ સેક્શનમાં લોકો મિક્સ વાતો કરી રહ્યા છે. કોઈ બોયકોટ કરવાની વાત પણ કરી રહ્યા છે તો કોઈ સપોર્ટ કરી રહ્યા છે. યુ ટ્યુબ પર આલિયાના સોન્ગના વર્ઝનને આ સ્ટોરી લખાઈ રહી છે ત્યારે ૨,૯૦,૦૦૦ લોકોએ જોઈ લીધું છે. ૧૦,૦૦૦ લોકોએ સોન્ગ લાઈક કર્યું જેની સામે ૧૮,૦૦૦ લોકો ઓલરેડી ડિસલાઈક કરી ચૂક્યા છે.
સડક ૨ ફિલ્મને મહેશ ભટ્ટે ડિરેક્ટ કરી છે અને સુશાંત કેસ બાદ મહેશ ભટ્ટ લોકોની આંખે ચડી ગયા છે. તેની ફિલ્મના ટ્રેલરને લોકોએ ડિસલાઈક કરીને યુ ટ્યુબ પર સૌથી વધુ ડિસલાઈક ધરાવતું ટ્રેલર બનાવી દીધું છે. સડક ૨ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર ૨૮ ઓગસ્ટે રિલીઝ થઇ છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં આલિયા ભટ્ટની સાથે સંજય દત્ત અને આદિત્ય રોય કપૂર પણ સામેલ છે.