Charotar Sandesh
મધ્ય ગુજરાત

કોરોના જંગમાં યોગદાન આપવા બદલ વડોદરા તાલુકા પંચાયત દ્વારા જય રણછોડ ગ્રુપનું સન્માન કરાયું

હાલમાં ચાલી રહેલ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ (કોવિડ-૧૯) દરમ્યાન સમાજમાં જરૂરિયાતના સમયે શાકભાજી વિતરણ પ્રવૃત્તિમાં મહત્ત્વનું યોગદાન આપવા બદલ સન્માન કરવામાં આવ્યું…

વડોદરા : હાલમાં ચાલી રહેલ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ (કોવિડ-૧૯) દરમ્યાન પોતાના સ્વાસ્થ્ય અને પરીવારની ચિંતા કર્યા વગર પોતાની ફરજના ભાગરૂપે સમાજમાં જરૂરિયાતના સમયે શાકભાજી વિતરણ પ્રવૃત્તિમાં મહત્ત્વનું યોગદાન આપવા બદલ આજરોજ વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મિતલબેન સુરેશભાઈ પટેલ તેમજ કારોબારી સમિતી અધ્યક્ષ જગદીશભાઈ બેચરભાઈ ઠક્કર દ્વારા જય રણછોડ ગ્રુપના જીગ્નેશભાઈ સહિત તમામ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું.

મહામારીના આ સંઘર્ષમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપે રાષ્ટ્રસેવા માટે અમૂલ્ય યોગદાન આપેલ છે. ભવિષ્યમાં સમૃદ્ધ રાષ્ટ્ર નિર્માણ કાર્યમાં અવિરત સેવા મળી રહે તેવી આશા સાથે વડોદરા તાલુકા પંચાયત દ્વારા આનંદ અને ગૌરવની લાગણી સાથે ગ્રુપના તમામ સભ્યોનું સન્માન કરાયું હતું. તેમજ આપ તથા આપનો પરિવાર નિરામય અને દિર્ઘાયુ રહો તેવી શુભેચ્છા આપવામાં આવી હતી.

  • Ravi Patel, Vadodara

Related posts

વડોદરામાં કોરોનાની સારવાર દરમિયાન વધુ ૫ દર્દીના મોત…

Charotar Sandesh

વડોદરામાં ફટાકડા ફોડવા બાબતે બે જૂથ સામસામે-પથ્થરમારો, તોફાની ટોળાએ પેટ્રોલ બૉમ્બ ફેંકી હુમલો કર્યો

Charotar Sandesh

ધસમસતી આવે છે ‘મહા મુસીબત’ : ગુરૂ-શુક્ર અતિ ભારે વરસાદની આગાહી…

Charotar Sandesh