Charotar Sandesh
ઈન્ડિયા

કોરોનિલ દવા પર વિવાદઃ જયપુરમાં રામદેવ સહિત પાંચ વિરુદ્ધ એફઆઇઆર…

પતંજલિએ દેશના લોકોને ગુમરાહ કર્યાનો આરોપ…

જયપુર : કોરોના વાયરસને ’કોરોનિલ’ દવાથી ઠીક કરવાનો દાવો કરવા અંગે યોગ ગુરુ બાબા રામદેવ મુશ્કેલીઓમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે. રાજસ્થાનના જયપુરમાં આ દવાના દાવા વિશે બાબા રામદેવ, પતંજલિ આયુર્વેદના સીઈઓ આચાર્ય બાલકૃષ્ણ અને ચાર અન્ય લોકો સામે એફઆઈઆર નોંધાવવામાં આવી છે. એફઆઈઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે બાબા રામદેવે પતંજલિ આયુર્વેદની દવા કોરોનિલને કોરોનાની દવાના રૂપમાં પ્રચારિત કરીને દેશના લોકોને ગુમરાહ કર્યા છે.
તમને જણાવી દઈએ કે ગયા મંગળવારે જ બાબા રામદેવે કોરોનિલને કોરોના વાયરસના ઈલાજની દવા ગણાવીને લૉન્ચ કરી હતી. ત્યારબાદથી જ આ દવા અને બાબ રામદેવ માટે વિવાદ ચાલી રહ્યો છે. આયુષ મંત્રાલયે પતંજલિ આયુર્વેદ પાસે કોરોનિલના ટ્રાયલ અંગેની બધી માહિતી માંગીને આ દવાને કોરોના વાયરસના ઈલાજની દવા સ્વરૂપે પ્રચારિત કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ વિશે જયપુરના જ્યોતિનગર પોલિસ સ્ટેશનમાં બાબા રામદેવ, તેમના સહયોગી અને પતંજલિ આયુર્વેદના એમડી આચાર્ય બાલકૃષ્ણ, વૈજ્ઞાનિક અનુરાગ વાષ્ણેય, એનઆઈએમસએસના ચેરમેન બલબીર સિંહ તોમર અને નિર્દેશક અનુરાગ તોમર સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. એફઆઈઆરમાં આ લોકો પર કોરોનિલને કોરોના વાયરસની દવા તરીકે ભ્રામક પ્રચાર દ્વારા દેશને ગુમરાહ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

Related posts

અર્થતંત્રની ગાડી પાટે ચડાવવા મોદી સરકારના આત્મનિર્ભર ભારત ૩.૦નું એલાન…

Charotar Sandesh

હવે મહારાષ્ટ્ર ભાજપે પોતાના ૧૦૫ ધારાસભ્યોને સાચવવા માટે તેઓને અમદાવાદમાં લાવવા પ્રયાસો હાથ ધર્યા, જુઓ વિગત

Charotar Sandesh

કોરોના સંકટ : લૉકડાઇનના કારણે દેશમાં ૨.૬૩ કરોડ લોકો બેકાર બન્યા…

Charotar Sandesh