Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ડાકોર રણછોડરાય મંદિર મેનજમેન્ટે કેન્દ્ર સરકારની ગોલ્ડ બોન્ડમાં ૨૮ કિલો સોનાનું કર્યું રોકાણ…

ડાકોર : યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિર ટેમ્પલ કમિટી દ્વારા આજે મહત્વના નિર્ણય ની જાહેરાત કરવામાં આવી છે.મંદિરમાં વૈષ્ણવોએ પ્રભુને અર્પણ કરેલ સોનાની લગડીઓ અને અન્ય બિન ઉપયોગી સ્વરૂપે સચવાયેલું સોનાનું કેન્દ્ર સરકારની ગોલ્ડ બોન્ડ યોજનામાં મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું છે.આ રોકાણ થકી મંદિરને વાર્ષિક ધોરણે લાખોની વ્યાજની આવક થશે.જે આવકની રકમથી મંદિરના વિવિધ ખર્ચાઓમાં મોટી રાહત રહેશે.
યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિર મેનેજમેન્ટ દ્વારા દેવ દિવાળીના પવિત્ર દિવસે રણછોડરાય મંદિરમાં વર્ષોથી બિન ઉપયોગી અને લગડી સ્વરૂપે સચવાયેલા પડતર પડી રહેલા સોનાનું કેન્દ્ર સરકારની ગોલ્ડ બોન્ડ યોજનામાં રોકાણ કરવામાં આવ્યું છે.મંદિર ટ્રસ્ટ દ્વારા ૨૮.૧૮૬ કિલો સોનાનું ગોલ્ડ બોન્ડ યોજનામાં રોકાણ કરવામાં આવ્યું છે.એક માહિતી મુજબ પ્રવર્તમાન ભાવની ગણતરી કરીએ તો મંદિરના સોનાની કિંમત ૧૪ કરોડ થઈ વધુ થઈ શકે છે.જે રોકાણ ઉપર કેન્દ્ર સરકારના નિયમ મુજબ ડાકોર મંદિરને આ રોકાણ પેટે વાર્ષિક ૨.૨૫ ટકા વ્યાજની આવક થશે.આ રોકાણ થકી મંદિરની આવકમાં વાર્ષિક ૩૨ લાખથી વધુની રકમનો વધારો થશે.

Related posts

આણંદમાં ડ્રેનેજની કામગીરી વખતે ભેખડ ધસી પડતાં ૨૫ ફૂટ ખાડામાં શ્રમિક દબાયો : મૃતદેહ બહાર કઢાયો

Charotar Sandesh

લમ્પીના કાળા કેર વચ્ચે વેટરનરી તબીબોની હડતાળ : મંત્રી પુરૂષોત્તમ રૂપાલાને યોગ્ય ઉકેલ લાવવા રજૂઆત

Charotar Sandesh

ઉમરેઠ : સુંદલપુરા ખાતે ભારત બાયોગેસ એનર્જી લિ. પ્લાન્ટની મુલાકાત લેતા રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી…

Charotar Sandesh