Charotar Sandesh
ગુજરાત

નવો કૃષિ કાયદો એ મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને માલામાલ કરવાનુ ષડયંત્ર હતુ : ધાનાણી

ખેડૂત વિરોધી કાયદા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી : પરેશ ધાનાણી

ગાંધીનગર : સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ખેડૂતો સાથે વાતચીત માટે ૪ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. જેમાં આગામી આદેશ સુધી કાયદાના અમલીકરણ પર સ્ટે રહેશે. આગામી આદેશ સુધી નવા કાયદા લાગુ નહીં થાય. આ અંગે ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી પોતનું નિવેદન આપ્યું હતું.
સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પરેશ ધાનાણીની પ્રતિક્રિયા આવી છે જેમાં પરેશ ધાનાણીએ કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતા જણાવ્યું હતુ કે, ભાજપે ગેરબંધારણીય રીતે પસાર કરેલા કાયદા પર સુપ્રીમે રોક લગાવી છે. ભાજપના ખેડૂત વિરોધી કાયદાને રોકવો જરૂરી હતો. અને સુપ્રીમે એક સારુ ઉદાહરણ પૂરુ પાડ્યું છે. લોકો દ્વારા ચુંટાઈ આવેલા લોકો જ્યારે એ જ લોકો વિરૂદ્ધ કાયદો લાવે તો શું થાય? મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને માલામાલ કરવાનુ ષડયંત્ર હતુ. સુપ્રીમકોર્ટે લગાવેલી રોક આ કાળા કાયદાને રોકવા માટે પર્યાપ્ત નથી.
સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદા પર સ્ટે લગાવી દીધો છે. ત્રણ નવા કૃષિ કાયદાઓને પડકાર આપતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સતત બીજા દિવસે સુનાવણી ચાલી. જેમાં સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ખેડૂતો સાથે વાતચીત માટે ૪ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. જેમાં આગામી આદેશ સુધી કાયદાના અમલીકરણ પર સ્ટે રહેશે. આગામી આદેશ સુધી નવા કાયદા લાગુ નહીં થાય.

Related posts

સુરતના કલેક્ટરની અપીલ, ઓક્સિજન ડિમાન્ડ વધશે તો વ્યવસ્થા મુશ્કેલ બનશે…

Charotar Sandesh

વડોદરામાં થયેલ હિંસાના બે આરોપીને પકડવા ગયેલ પોલીસ પર હુમલો કરી આરોપીને છોડાવી ગયા

Charotar Sandesh

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વિધાનસભામાં લવ જેહાદ કાયદાનું બિલ રજૂ કર્યું…

Charotar Sandesh