ગત વર્ષ કરતા ૧.૧% બેરોજગારી દર ઘટાડી…
અમદાવાદ : સામાન્ય રીતે ગુજરાત દરેક ક્ષેત્રે હરળફાળ ભરી છે, તેમાં ના નથી. પરંતુ હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દેશમાં સૌથી ઓછો બેરોજગારી દર સાથે ગુજરાત અગ્રેસર બન્યું છે. ગુજરાતનો બેરોજગારી દર ૩.૪ ટકા રહ્યો છે. પીરિયોડિક લેબર ફોર્સ સર્વેના તારણમાં આ સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. જેના કારણે ગુજરાતની યશકલ્ગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે.
શહેરી ક્ષેત્રમાં ૧૫થી ૧૯ વર્ષ વયજૂથ પર આ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં તારણ સામે આવ્યું કે અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત અગ્રેસર છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેટીક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પલીમેન્ટેશનનો સર્વ છે જે દ્ગર્જીં દ્વારા હાથ ધરાય છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, સમગ્ર દેશમાં સૌથી ઓછો ૩.૪ ટકાના બેરોજગારી દર સાથે ગુજરાત દેશભરમાં રોજગારી આપવામાં અગ્રેસર સાબિત થયું છે. પીરીયોડિક લેબર ફોર્સ સર્વે ડૉકયુમેન્ટમાં આ વિગતો સામે આવી છે. શહેરી ક્ષેત્રમાં ૧૫ થી ૫૯ વર્ષની વય જૂથમાં ગુજરાતે દેશમાં સૌથી ઓછા ૩.૪ ટકાના બેરોજગારી દર સાથે પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. ગયા વર્ષે ગુજરાત ૪.૫ ટકાના સૌથી ઓછા બેરોજગારી દર સાથે દેશમાં અગ્રેસર હતું. ગુજરાતની તુલનાએ અન્ય મોટા રાજ્યો કર્ણાટક ૫.૩, મહારાષ્ટ્ર ૬.૬, તામિલનાડુ ૭.૨, આંધ્રપ્રદેશ ૭.૮, હરિયાણા ૯ અને કેરાલા ૧૧ તેમજ તેલંગાણા ૧૧.૫ ટકાનો બેરોજગારી દર હતો. આ સર્વે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેટીકસ એન્ડ પ્રોગ્રામ ઇમ્પલીમેન્ટેશનના નેશનલ સ્ટેટેટીકલ ઓફિસ દ્વારા હાથ ધરવામાં આવે છે. જે દ્ગર્જીં દ્વારા હાથ ધરાય છે.