નંદીગ્રામ સીટ પર ભાજપના નેતા સુભેંદુ અધિકારીએ તેમને ૧૬૨૨ મતે પરાજય આપ્યો છે…
કોલકાતા : પશ્ચિમ બંગાળ સહિત ૪ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશના યોજાયેલી ચૂંટણીના પરિણામો આવી આવી રહ્યાં છે. ટ્રેન્ડ પ્રમાણે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને શાનદાર જીતવ મળી રહી છે. પરંતુ નંદીગ્રામ સીટ પર મમતા બેનર્જીએ હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપના નેતા સુભેંદુ અધિકારીએ તેમને ૧૬૨૨ મતે પરાજય આપ્યો છે. મત ગણતરી દરમિયાન નંદીગ્રામ સીટ પર મમતા બેનર્જી અને સુભેંદુ અધિકારી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી. કાઉન્ટિંગ દરમિયાન ક્યારેક મમતા બેનર્જી તો ક્યારેક અદિકારી આગળ રહ્યા હતા. પરંતુ અંતમાં પાસુ પલટી ગયું અને મમતા બેનર્જીએ હારનો સામનો કરવો પડ્યો છે.
ચૂંટણીમાં પાર્ટીની શાનદાર જીત બાદ મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે બંગાળના લોકોનો આભાર માન્યો હતો. મમતા બેનર્જીએ કહ્યું કે, કોરોના કાળમાં કોઈ ઉજવણી કરવામાં આવશે નહીં. તેમણે નંદીગ્રામમાં પોતાની હારનો સ્વીકાર કરતા કહ્યું કે, ભૂલી જાવ નંદીગ્રામમાં શું થયું છે.