Charotar Sandesh
ઈન્ડિયા બિઝનેસ

જિયો આવતા વર્ષે લોન્ચ કરશે મેડ ઇન ઇન્ડિયા 5-G સર્વિસ…

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ૪૩મી એન્યુઅલ મિટિંગમાં મુકેશ અંબાણીની મોટી જાહેરાત…

ગુગલ જિયો પ્લેટફોર્મમાં ૩૩૭૩૭ કરોડનું રોકાણ કરશે, ૭.૭ ટકા હિસ્સેદારી ખરીદશે…

કંપની દેવામુકત બની હોવાની જાહેરાત, જિયો ફાઇબરથી ૧૦ લાખથી વધુ ઘરો જોડાઇ ગયા, એજીએમ પુર્વે જ રિલાયન્સના શેરમાં ઉછાળો…

મુંબઇ : માર્કેટ કેપના આધારે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ૪૩મી એન્યુઅલ મીટિંગ(AGM) યોજાઇ હતી. આ મીટિંગને સંબોધિત કરતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે ગૂગલ કંપનીમાં ૩૩ હજાર ૭૩૭ કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
આ સિવાય તેમણે કહ્યું કે અમે ઘરેલું સ્તરે વિકસિત ૫જી સોલ્યુશન ટ્રાયલ માટે તૈયાર છીએ. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના અભિયાનને સમર્પિત હશે. રિલાયન્સની આજની એજીએમમાં નવા ઇનોવેશન જિયો ગ્લાસનું લોન્ચિંગ કરવામાં આવ્યું. આને ફોન સાથે કનેક્ટક કરી ઇન્ટરનેટથી જોડી શકાય છે. આ એક ચશ્મા છે. રિલાયન્સના આ પ્રોડક્ટમાં ઓડિયો, ૨ડી અને ૩ડી વીડિયો ચેટિંગની સુવિધા મળશે. સાથે જ રિલાયન્સે એવો દાવો પણ કર્યો છે કે જિયો મીટ ભારતની સૌથી સુરક્ષિત વર્ચુઅલ મીટિંગ એપ છે.
આ સિવાય મુકેશ અંબાણીએ કહ્યું કે આપણે ભારતના સૌથી મોટા નિકાસકાર અને ખાનગી ક્ષેત્રના સૌથી મોટા ટેક્સપેયર્સ છીએ. જીએસટી અને વેટ અને ખાનગી ક્ષેત્રોમાં ઇનકમ ટેક્સના પણ આપણે સૌથી મોટા યોગદાન કરનારા છીએ. મુકેશ અંબાણીએ કહ્યું કે આપણે આ વખતે વીડિયો કોન્ફ્રેન્સિંગ અને અન્ય ઓડિયો-વિઝ્યુલના માધ્યમથી આ એજીએમ કરી રહ્યા છીએ. જે કોર્પોરેટ મામલાના મંત્રાલયના સર્કુલરના મુજબ છે.
એજીએમ દરમિયાન બુધવારે કારોબાર દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં લગભગ ૩ ટકાની તેજી જોવા મળી અને શેર ભાવ ૧૯૭૫ રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો. આ પહેલા મંગળવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર દબાણમાં હતો. માર્કેટ કેપની વાત કરીએ તો ૧૨ લાખ ૪૫ હજાર કરોડ રૂપિયાના સ્તરે છે. આ પહેલી ભારતીય કંપની છે જે આ સ્તરે પહોંચી છે.
કોરોના કાળમાં પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને એક પછી એક મોટી સફળતાઓ મળી. રિલાયન્સ જિયો પ્લેટફોર્મને વૈશ્વિક સ્તરે ૧ લાખ કરોડથી વધુ રોકાણ મળી ચૂક્યું છે. આ રોકાણકારોમાં ફેસબુક જેવી કંપનીએ પણ શામેલ છે. આ રોકાણના કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે દેવા મુક્ત બની ગઈ છે. આપને જણાવી દઈએ કે આ પહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે દેવા મુક્ત થવા માટે માર્ચ ૨૦૨૧ સુધીની ડેડલાઈન નક્કિ કરી હતી. પરંતુ આ પહેલા જ કંપની દેવા મુક્ત બની ગઈ છે.
મીડિયા રિપોર્ટ મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના તાજેતરમાં બંધ થયેલ રાઇટ્‌સ ઈશ્યૂમાં મુકેશ અંબાણીને કુલ ૫.૫૨ લાખ શેર્સ મળ્યા છે. આ સાથે મુકેશ અંબાણી પાસે હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ૮૦.૫૨ લાખ શેર થઈ ગયા છે. રાઇટ્‌સ ઇશ્યૂ પહેલા તેમની પાસે ૭૫ લાખ શેર્સ હતા. આપને જણાવી દઈએ કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પોતાના રોકાણકારો માટે ૫૩,૧૨૪ કરોડ રૂપિયાના રાઈટ્‌સ ઈશ્યૂનું લોન્ચિંગ કર્યું હતું.

Related posts

મંદિરો હમણાં નહીં ખોલાય, ભગવાન આપણી અંદર છે, સર્વત્ર છેઃ મુંબઈ હાઈકોર્ટ

Charotar Sandesh

Vaccine : કોરોના સામેના જંગમાં આગામી મહિનાથી ઘરે-ઘરે જઈને અપાશે વેક્સિન

Charotar Sandesh

એનઆઇએએ તિરુવનંતપુરમ્‌ એરપોર્ટ પરથી બે આતંકીઓને ઝડપી પાડ્યા…

Charotar Sandesh