Charotar Sandesh
બોલિવૂડ

બોમ્બે હાઇકોર્ટમાં કંગનાનું ટિ્‌વટર અકાઉન્ટ સસ્પેન્ડ માટેની યાચિકાનો મહારાષ્ટ્ર સરકારે કર્યો વિરોધ…

મુંબઈ : એક્ટ્રેસ કંગના રનૌતનું ટિ્‌વટર અકાઉન્ટ સસ્પેન્ડ કરવાની માગ કરનારી યાચિકાનો બોમ્બે હાઇકોર્ટમાં મહારાષ્ટ્ર સરકારે વિરોધ કર્યો છે. વકીલ અલી કાસીફ ખાન દેશમુખ તરફથી ફાઈલ થયેલી એક યાચિકામાં કહેવામાં આવ્યું હતું કે એક્ટ્રેસ અને તેની બહેન રંગોલી ટિ્‌વટર મારફતે નફરત ફેલાવવાનું, સમુદાયો અને રાજ્ય તંત્ર વચ્ચે ઘૃણા ભડકાવવાનું કામ કરી રહી છે. માટે તેના ટિ્‌વટર અકાઉન્ટ બ્લોક કરી દેવા જોઈએ.
જસ્ટિસ એસએસ શિંદે અને જસ્ટિસ એમએસ કાર્ણિકની બેન્ચને સુનાવણી દરમ્યાન મહારાષ્ટ્ર સરકારના વકીલ વાઈ પી યાજ્ઞિકે યાચિકામાં કરવામાં આવેલી માગોને અસ્પષ્ટ ગણાવી અને તેને ખારિજ કરવાની માગ કરી. કોર્ટમાં સુનાવણી દરમ્યાન જજોએ પૂછ્યું કે શું આ યાચિકા જનહિત યાચિકા છે. દેશમુખે ના પાડી તો જજે કહ્યું, ’તો પછી અમે ત્રીજી પાર્ટી દ્વારા કરવામાં આવેલા દાવાના આધારે ક્રિમિનલ કેસમાં કઈ રીતે કાર્યવાહી કરી શકીએ છીએ, જે કોઈપણ રીતે પર્સનલી પ્રભાવિત નથી? જો આ જનહિત યાચિકા નથી તો તમારે વ્યક્તિગત ક્ષતિ દેખાડવી પડશે કે આ તમને કઈ રીતે પ્રભાવિત કરે છે. આના પર સરકારી વકીલ યાજ્ઞિકે દલીલ કરી કે યાચિકામાં એ નથી જણાવાયું કે યાચિકાકર્તા દ્વારા સંદર્ભિત ટ્‌વીટ લોકોને કઈ રીતે અસર કર્યા. તેમણે કહ્યું, ’આ એક ઘણી જ અસ્પષ્ટ યાચિકા છે.
ટિ્‌વટર એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. કોઈપણ આ રીતે અસ્પષ્ટ માગ કરી શકે નહીં.’ તેમણે એવું પણ કહ્યું કે આ દલીલ યોગ્ય નથી અને આનો નિવેડો લાવવો જોઈએ. વકીલ દેશમુખે સુનાવણી દરમ્યાન કહ્યું કે તેમણે થોડા દિવસ પહેલાં પોલીસ અને મહારાષ્ટ્રના અધિકારીઓને લેટર લખીને કંગના અને તેની બહેન વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી હતી. તેમણે કહ્યું, ’કંગના વિરુદ્ધ ઘણી હ્લૈંઇ પેન્ડિંગ છે. અગાઉ પણ તેણે પોતાના ફાયદા માટે એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુનો દૂરુપયોગ કર્યો છે અને હવે તે ખેડૂત આંદોલન સાથે પણ આવું જ કરી રહી છે.

Related posts

મને કામ કરવું પસંદ છે, નિષ્ફળતાથી ક્યારેય ડરતો નથીઃ જ્હોન અબ્રાહમ

Charotar Sandesh

Pornography કેસ : શર્લિન ચોપરાને મુંબઈ પોલીસે પૂછપરછ માટે સમન્સ મોકલ્યું

Charotar Sandesh

ફિલ્મ લક્ષ્મીના બમ ભોલે સોન્ગમાં અક્ષય કુમારે ૧૦૦ કિન્નરો સાથે ડાન્સ કર્યો…

Charotar Sandesh