Charotar Sandesh
આર્ટિકલ ઈન્ટરેસ્ટિંગ ઈન્સ્પિરેશનલ

ભારતીય યુવાનોએ ટિક-ટોક જેવી ચીની એપ્લિકેશન મોહ ત્યાગવો પડશે…!

  • યંગસ્ટર્સમાં લોકપ્રિય એવી ઍપ ટિક-ટોકના ભારતમાં સૌથી વધુ વપરાશકારો છે; ત્યારબાદ ચીન અને યુ.એસ.માં છે…

ભારતીય યુવાનો નો ટિક ટોક પ્રત્યેનો વધતો મોહ અને દેખાદેખીથી જલદીથી સોશ્યલ મીડિયામાં છવાઈ જવાની ઘેલછામાં એ ભૂલી જવાયું છે કે જે એપ્લીકેશન થી દુશ્મન દેશ વધુ પ્રબળ અને સશક્ત બની રહ્યું છે. ભારતીય યુવા પેઢીને ગેરમાર્ગે દોરવાનું અને વ્યર્થ પ્રવૃત્તિમાં ગોધી રાખવાનું ષડયંત્ર કહીએ તો પણ ઓછું નથી. વિશ્વ જાણે છે કે ભારત યુવાઓ નો દેશ છે. આવનારા સમયમાં ઘણી બધી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી શકે એમ છે ત્યારે ટાઈમ પાસ માટેની એપ્લીકેશન ને યુવાનો પોતાનું સર્વેસર્વા માનવાની ભૂલ કરી બેસે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઇતિહાસ જોશો સમજાશે કે ટિક ટોક વિડિયો બનાવમાં કેટલા યુવાનો મૃત્યુ પામ્યા છે, કેટલા પથરી વશ થયા છે. જેમાં બધી જ રીતે નુકશાન તો આપણું જ છે. હવે જ્યારે દેશભરમાં આક્રોશ ઉઠ્યો છે ચીની એપ્લીકેશન ને અન ઇન્સ્ટોલ કરવાનો ત્યારે તમામ યુવાનોએ વિદેશી એપ્લીકેશન પણ જાકારો આપવો જોઈએ.
2020ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ટિક-ટોકે 1.5 અબજ આંકને વટાવીને ટૂંક સમયમાં 2 અબજનો આંકડો પાર કર્યો. 2 અબજમાંથી, 611 મિલિયનથી વધુ ડાઉનલોડ્સ સાથે ભારત તેનું સૌથી મોટું ડ્રાઇવર બન્યું. ભારત સરકારે 59 સ્માર્ટફોન ઍપ્લિકેશનો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. જે ઍપ પર પ્રતિબંધ લગાવ્યો છે, તે ચીનમાં બની છે અને તેની માલિક ચીની કંપનીઓ છે. પ્રતિબંધની યાદીમાં ટિકટૉક, યુસી બ્રાઉઝર અને અન્ય ઍપ્લિકેશનનો સમાવેશ થાય છે. આ ઍપમાં ટિકટૉક, યુસી બ્રાઉઝર અને શૅરઈટ જેવી ઍપ સામેલ છે, જેનો ભારતમાં મોટા પ્રમાણમાં ઉપયોગ કરાતો હતો.
  • ભારત સરકારે આ નિર્ણય એ સમયે લીધો છે જ્યારે પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં ચાઇનીઝ સૈનિકો સાથે હિંસક સંઘર્ષમાં ભારતના 20 સૈનિકોના જીવ ગયા બાદ ભારતમાં ચીની સામાન, સોફ્ટવેર અને ઍપ વગેરેના બહિષ્કારના અવાજ ઊઠ્યા હતા. ઇલેક્ટ્રોનિક્સ ઉપરાંત આઈટીમંત્રાલય અનુસાર આ ઍપ ‘ભારતના સાર્વભૌમત્વ તેમજ એકતા, સુરક્ષા અને વ્યવસ્થા માટે નુકસાનકારક’ ગણાવીને પ્રતિબંધ લગાવાયો છે.’આઈટી મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવાયું છે કે ‘ભારતમાં કરોડો મોબાઇલ અને ઇન્ટરનેટ યુઝરના હિતોને જોતાં આ નિર્ણય લેવાયો છે. જેથી ઇન્ડિયા સાઇબરસ્પેસની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.’ આઈટી મંત્રાલયે આઈટી એક્ટ સૅક્શન 69 અંતર્ગત આ પગલું ભર્યું છે. આ ઍપ ઍન્ડ્રોઇડ અને આઈઓએસ બન્ને પ્લૅટફૉર્મ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
આ પ્રકારનો પ્રતિબંધ લદાયા બાદ હવે ઍન્ડ્રોઇડ અને આઈઓસ એમ બન્ને પ્લૅટફૉર્મને પોતાના સ્ટોરમાંથી આ ઍપને હઠાવવી પડશે. જોકે, સરકાર દ્વારા જાહેર પ્રેસ વિજ્ઞપ્તિમાં લોકોને આ ઍપને અનઇન્સ્ટોલ કરવા અપીલ નથી કરાઈ.
સરકારી પ્રેસ રિલીઝમાં પ્રતિબંધની ઘોષણા કરવામાં આવી હતી: “ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયે, ઇન્ફર્મેશન ટેકનોલોજી અધિનિયમની કલમ 69A ને ટાંકી તેની સત્તા હેઠળ પ્રસ્તાવ મૂક્યો હતો. ગોપનીયતાને ધ્યાનમાં રાખીને 59 એપ્લિકેશનોને અવરોધિત કરવાનો નિર્ણય લીધો છે કારણ કે તેઓ ઉપલબ્ધ પ્રવૃતિઓને ધ્યાનમાં રાખીને એવી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે જે ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, ભારતના સંરક્ષણ, રાજ્યની સલામતી અને જાહેર વ્યવસ્થાની સુરક્ષાના પૂર્વગ્રહરૂપ છે.”
  • અખબારી યાદીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયને “ડેટાની સુરક્ષા અને અમુક ઍપ્સના ઓપરેશનથી સંબંધિત ગોપનીયતા માટે જોખમ હોવા અંગે નાગરિકોની ચિંતાઓ ઉઠાવતી ઘણી રજૂઆતો મળી છે.”
  • પિન્કેશ પટેલ : “કર્મશીલ ગુજરાત” – નવામુવાડા, લુણાવાડા, મહીસાગર

Related posts

૬૬માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત, ‘રેવા’ શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ ઘોષિત…

Charotar Sandesh

કોહલીએ સચિન-લારાનો રેકોર્ડ તોડી સૌથી ઝડપી ૨૦,૦૦૦ રન બનાવ્યા

Charotar Sandesh

કોરોના સામે જંગ જીતીને આપણે મૃત્યુ સામે તો જીતી જઇએ છીએ, પરંતુ જીવન સામે લડી શકતા નથી…

Charotar Sandesh