Charotar Sandesh
મધ્ય ગુજરાત

મુખ્ય સચિવે બર્ડ ફ્લૂ અંગે વીસીથી બેઠક યોજીઃ વડોદરા જિલ્લા કલેક્ટર જોડાયા…

વડોદરા : વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યસ્તરેથી યોજવામાં આવેલી વિવિધ બેઠકોમાં ભાગ લીધો હતો. જેમાં મુખ્યમંત્રી દ્વારા શ્રમ અને રોજગાર વિભાગની યોજનાઓ અંતર્ગત કોલ ગવ સેન્ટર અને વર્ચ્યુઅલ ભરતીમેળાનો ઇ-શુભારંભ કરવામાં આવ્યો હતો. તેમાં તેઓ જોડાયા હતાં. ત્યાર બાદ મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને યોજાયેલી બર્ડ ફ્લૂ અંગેની સમીક્ષા માટેની વિડીયો કોન્ફરન્સમાં જિલ્લામાં બર્ડ ફ્લુ અંગેની પરિસ્થિતિ તેમજ સાવચેતી અને તકેદારી સ્વરૂપે લેવામાં આવેલાં પગલાઓની માહિતી આપી હતી. મુખ્ય સચિવે કોરોના રસીકરણ સંદર્ભેની પૂર્વ તૈયારીઓની વિડીયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરી જેમાં તેમણે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ પૂર્વ તૈયારી અને જરૂરી આયોજન અંગેની જાણકારી પૂરી પાડી હતી. તેની સાથે મુખ્ય સચિવે પ્રવાસન ઉદ્યોગને વેગ આપવાના ભાગરૂપે ૧૭ જાન્યુઆરીના રોજ વડાપ્રધાનના વરદહસ્તે પ્રતાપનગરથી કેવડીયા શરૂ વચ્ચે શરૂ થનારી નવી ટ્રેનનાં યોજાનાર ઇ-ફ્લેગ ઓફ કાર્યક્રમ બાબતે માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં પણ તેઓ જોડાયા હતા. ૨૫ જાન્યુઆરીના રોજ દેશભરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે. તેના સંદર્ભે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા વિડિયો કોન્ફરન્સથી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં જિલ્લા કલેકટરશ્રી એ ભાગ લીધો હતો.

Related posts

વડોદરામાં રાજવી પરિવાર ૧૨૫ વર્ષથી પરંપરાગત ગણેશજીની સ્થાપના કરે છે

Charotar Sandesh

વડોદરાના નાગરવાડામાં વધુ ૧૮ કોરોના પોઝિટીવ કેસ નોંધાતા હાહાકાર…

Charotar Sandesh

AAPની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરાશે : વડોદરામાં કેજરીવાલે આપી ગેરંટી

Charotar Sandesh