પ્રવાસીઓએ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવો પડશે…
ગાંધીનગર : રાજ્યમાં તમામ અભ્યારણ ૧૫મી ઓક્ટોબરથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગીર અભ્યારણ ૧૬ ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. વનવિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે કોરોનાની પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અભ્યારણ જોવા આવતા પ્રવાસીઓ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો પડશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઇડ લાઇનનો પણ ચુસ્ત પાલન કરવાની શરતે આ તમામ અભ્યારણ ખોલવામાં આવશે. રાજ્યમાં આવેલા બે સફારી પાર્ક પહેલી તારીખથી શરૂ કરી દેવામાં આવ્યા છે. આ સફારી પાર્કના અનુભવોને ધ્યાનમાં લઈને ૧૫મી ઓક્ટોબરથી અભ્યારણ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના મહત્ત્વના અભયારણોની વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લામાં આવેલા ગીર સિંહનું અભ્યારણ, બરડા સિંહ અભ્યારણ, જામનગર જિલ્લાના સામુદ્રિક અભ્યારણ, વેળાવદરનું કાળિયાર અભ્યારણ, ઘુડખર અભ્યારણ, નળ સરોવર પક્ષી અભ્યારણ, રતનમહાલ પંચમહાલ જિલ્લાનું રીંછ અભયારણ, બનાસકાંઠા જિલ્લાનું રીંછ અભ્યારણ, ભરૂચ જિલ્લાના ખાતે રીંછ અભયારણ્ય, જ્યારે રાજકોટ જિલ્લાના હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કુલ ૨૨ જેટલા વન્ય પ્રાણી અભ્યારણ છે, જે તમામ અભ્યારણમાં પ્રવાસીઓ ૧૬ ઓક્ટોબરથી મુલાકાત લઈ શકશે.