Charotar Sandesh
ગુજરાત

રાજ્યના ૨૪૮ તાલુકાઓમાં ત્રણ વેક્સિનેશન કેન્દ્ર પર કરાયું ડ્રાયરન…

અમદાવાદ : આજે સમગ્ર દેશમાં વેક્સિન ડ્રાયરન,જેમાં ગુજરાતના ૩૩ જિલ્લાના ૨૪૮ તાલુકાઓમાં તાલુકાદીઠ ત્રણ વેક્સિનેશન કેન્દ્ર પર ડ્રાયરન કરવામાં આવ્યો. તેમજ શહેરોમાં ૨૬ ઝોન વિસ્તારમાં ડ્રાયરનનું આયોજન કરવામાં આવ્યું છે.રાજ્યના અંતરિયાળ-ડુંગરાળ વિસ્તારોમાં રસીકરણ અંગે ઓફલાઇન વ્યવસ્થા ગોઠવવા કેન્દ્રીય મંત્રીને અનુરોધ કરવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લાના તાલુકાના રસીકરણ કેન્દ્ર પર ડ્રાયરન યોજવામાં આવ્યો હતો.ત્યારે બગોદરા બાવળાના રસીકરણ કેન્દ્રની ઓચિંતી મુલાકાત ચીફ સેક્રેટરી અનિલ મુકિમએ લધી હતી.અને રસીકરણ કેન્દ્ર પરની વ્યવસ્થા ની માહિતી અમદાવાદ ઇએમઓ ડોકટર ચિંતન પાસેથી મેળવી.અને અમદાવાદ ગ્રામ્યની હેલ્થ ટીમની કામગીરીને બિરદાવી છે. રસીકરણ કેન્દ્ર પર વિશેષ આયોજન કરાયું છે.એક કેન્દ્ર પર ત્રણ રૂમ તૈયાર કરાયા છે.જેમાં વેટિંગ રૂમ, વેક્સિનેશન રૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ. તેમજ વેક્સિન કેરિયર પણ રાખવામાં આવ્યા છે.
જેમાં વેક્સિન યોગ્ય તાપમાન માં રહી શકે.તંત્ર દ્વારા લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.જેમાં લાભાર્થીઓને નામ અને નંબર લેવામાં આવ્યા છે . જ્યારે વેકસીન આપવાની શરૂઆત થશે ત્યારે નંબર પર મેસેજ મોકલવામાં આવશે.તે સમયે જ લાભાર્થીઓએ વેકસીન લેવા માટે જવાનું રહશે. સમગ્ર દેશમાં છેલ્લા એક વર્ષમાં ૧ કરોડ ૩ લાખ ૯૫ હજાર ૨૭૮ કેસ થયા છે. તે પૈકી ૧ કરોડ ૧૬ હજાર લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અન્ય દેશો કરતાં ભારતમાં રીકવરી રેટ ૯૬.૩૫ % અને મૃત્ત્યુદર ૧.૪૫ % જે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ રીકવરી રેટ છે. દેશમાં ટુંક સમયમાં કોરોનાની રસી ઉપલબ્ધ થનાર છે. આ રસીથી નાગરિકોને સુરક્ષીત કરવા માટે સમગ્ર દેશમાં ડ્રાયરન કરવામાં આવ્યો છે.
નીતિનભાઇ પટેલે રાજ્ય સરકાર દ્વારા કોરોનાના રસીકરણ સંદર્ભે ગુજરાતે કરેલ આયોજનની વિગતો આપતાં કહ્યું કે, ગુજરાતમાં પ્રથમ તબક્કામાં જે નાગરિકોને રસીથી સુરક્ષીત કરવાના છે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સંપૂર્ણ આયોજન કરી દેવાયું છે. રાજ્યમાં પ્રથમ તબક્કામાં ૪.૩૩ લાખ સરકારી અને ખાનગી હોસ્પિટલના ડોક્ટર-નર્સ, હેલ્થ વર્કરો, મલ્ટીપર્પઝ વર્કરો, સુપરવાઇઝર, સ્વીપર સહિતના કર્મીઓને આવરી લેવામાં આવનાર છે. રાજ્યના ૩૩ જિલ્લાઓમાં અને મહાનગરપાલિકાઓમાં મોપ-અપ ડ્રાયરન રાઉન્ડની કામગીરી પણ પૂર્ણ કરી દેવાઇ છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા જિલ્લાઓમાં આ ડ્રાયરનનું આયોજન કરવામાં આવ્યું છે. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ભારત બાયોટેકનોલોજીની રસી ૧૦૦૦ લોકોને આપવા માટેનો ડ્રાય રન કરવામાં આવ્યો હતો. તે તમામને આ રસી આપી દેવાઇ છે. તેની કોઇને પણ આડઅસર જોવા મળી નથી. બીજા રાઉન્ડમાં પણ ૩૦૦૦ નાગરિકોને આ રસી આપવામાં આવી છે.

Related posts

ડુંગળી આમ આદમીને રડાવશે : ભાવ ૮૦થી ૯૦ રૂપિયે કિલો પહોંચ્યા…

Charotar Sandesh

3 પટેલ બહેનોએ માતા-પિતાના સ્મરણાર્થે 17 લાખની મુક્તિવાહિની અર્પણ કરી…

Charotar Sandesh

રાજ્યમાં આગામી દિવસોમાં પવન ફુંકાવાને કારણે ઠંડીનો ચમકારો વધશે : હવામાન વિભાગ

Charotar Sandesh