Charotar Sandesh
ઈન્ડિયા

લોકડાઉન અંગે મોદી સરકાર પર કોંગ્રેસનો ત્રિપલ એટેક : સ્પીક અપ ઇન્ડિયા અભિયાન શરૂ…

શ્રમિકો માટે કેન્દ્ર સરકાર ખજાનો ખોલે…

લોકોને લોન નહિ પૈસા જોઇએ : ૬ મહિના સુધી ગરીબોના ખાતામાં ૭૫૦૦ જમા કરો…

નવી દિલ્હી : લોકડાઉન અંગે કોંગ્રેસે પીએમ મોદી અને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર ત્રિપલ એટેક કરીને સ્પીક અપ ઇન્ડિયા અભિયાન શરૂ કર્યું છે.

તેમણે એવું કહ્યું છે કે મોદી સરકાર દ્વારા મજૂરોને ૬ માસ સુધી ૭ હજાર ૫૦૦ રૂપિયા આપવામાં આવે. અને તેમનો ખજાનો ખોલવામાં આવે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે પાછલા બે મહિનાથી કોરોનાને કારણે દેશ આર્થિક સંકટમાં ફસાયો છે. જેના કારણે મજૂરો ભૂખ્યા તરસ્યા ભટકી રહ્યા છે. પગપાળા તેમના વતન જવા મજબૂર બન્યા છે. તેમની પીડા દેશમાં દરેક લોકોએ સાંભળી છે પરંતુ સરકારે સાંભળી નથી. સાથે જ સોનિયા ગાંધીએ એવું પણ કહ્યું કે મોદી સરકાર કેમ મજૂરોની મદદ નથી કરી રહી તે એક ચિંતાનો વિષય બન્યો છે.જેથી કોંગ્રેસ દ્વારા અપીલ કરવામાં આવી છે. મજૂરો માટે સરકાર હવે તેમનો ખજાનો ખોલે અને તેમને ૬ મહિના સુધી સહાય આપે. દરેક પરિવારને ૬ મહિના સુધી માસિક ૭૫૦૦ રૂપિયા કેશ ચૂકવણી કરે, તેમાંથી ૧૦૦૦૦ રૂપિયા તાત્કાલિક આપે. સાથેજ તેમના માટે ફ્રી સુરક્ષીત યાત્રાની પણ વ્યવસ્થા કરવામાં આવે અને તેમના માટે રોજીરોટી તેમજ રાશનની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે. મનરેગામાં ૨૦૦ દિવસનું કામ સુનિશ્ચિત કરે, જેથી ગામડાઓમાં રોજગાર મળી શકે.

Related posts

દેશમાં હાર્ટ એટેકથી દર મિનિટે ૪ વ્યક્તિ શિકાર બને છે

Charotar Sandesh

વિશ્વના કેટલાય દેશોમાં લોકો અકળાયા : લોકડાઉન સામે દેખાવો…

Charotar Sandesh

અંતે દિલ્હીમાં પણ લાગ્યું લોકડાઉન : કેજરીવાલે વીકએન્ડ કર્ફ્યૂ લાગુ કર્યો…

Charotar Sandesh