વડોદરા : કોરોના મહામારીને ધ્યાને લઈ તા. ૨૩/૦૫/૨૦૨૧ રવિવાર ના રોજ પાદરા તાલુકાના કરખડી ગામે હાર્દિક પટેલ (ભલાભાઈ)ની યુવા ટીમ દ્વારા ગામ લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તેના પગલે વેજીટેબલ સૂપ બનાવવામાં આવ્યો હતો. તેમાં ગામ લોકોએ પણ સાથ અને સહકાર આપ્યૉ હતો. લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ માટે આ એક ઉત્તમ ઉદાહરણ છે અને એક વર્ષથી દર રવિવારે ઉકાળાનું આયોજન પણ કરતા આવ્યા છે.
“લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા એ જ અમારું કર્મ છે” સૂત્રને સાર્થક કરી કોરોનાને માત આપવા માટે યુવા ટીમ સતત પ્રયત્નો કરી રહી છે અને કરતી રહેશે તેમ જણાવવામાં આવેલ છે.
- Ravi Patel, Vadodara