વડોદરા શહેરમાં ચાર કરતા વધારે વ્યક્તિઓએ ભેગા થવું નહીં
Vadodara : ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ એક્ટ કલમ ૩૭(૩) અન્વયે વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.
વડોદરા શહેરમાં કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસ કમિશનરની હકુમતના વિસ્તારમાં તા. ૨૫/૧૨/૨૦૨૩ સુધી ચાર કરતા વધુ વ્યક્તિઓએ ભેગા થવું નહીં તેમજ સભા ભરવી, બોલાવવી કે રેલી કાઢવી નહી અને કોઈપણ જાતની સભા-સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ હુકમ જે વ્યક્તિ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેઓને તથા સ્મશાન યાત્રાને, લગ્નના વરઘોડાને લાગુ પડશે નહીં.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ- ૧૩૫(૩) મુજબ શિક્ષાને પાત્ર થશે.
Ravi Patel, Vadodara
Other News : ન્યુ દિલ્હી ખાતે રાજ્યના પાંચ IPSની નિમણુંકમાં આણંદના પોલીસ વડા પ્રવિણકુમારની પસંદગી કરાઇ