Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરા : સમીયાલા ગામે આવેલ જમીનમાં જવા બાબતે ઘર્ષણ સર્જાતા પોલિસ ફરિયાદ…

વડોદરા : જિલ્લાના સમીયાલા ગામમાં આવેલ જમીનમાં જવા બાબતે બે વ્યક્તિઓ વચ્ચે ઘર્ષણ સર્જાતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બીલ ગામમાં રહેતો વિમલ મુકુંદભાઈ પટેલ પોતાના વડીલોપાર્જિત ખેતીથી જમીનમાં ગઈકાલે બપોરે ગયો ત્યારે જમીનમાં જવા માટેના રસ્તા પર વિદેશમાં રહેતા કાકાની જમીનની દેખરેખ રાખતા પ્રફુલ મૂળજીભાઈ પટેલ (રહે. શ્રીજી પાર્ક સોસાયટી, ભાયલી સ્ટેશન પાસે) એ દરવાજાને તાળું મારેલું હતું. આ અંગે જ્યારે પ્રફુલને કહેતા ધમકી આપી હતી. અગાઉ પણ વારંવાર રસ્તો બંધ કરી દેેતા ઘર્ષણ થતું હતું. માંજલપુર પોલીસે વિમલ પટેલની ફરિયાદના પગલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

વડોદરાના અટલાદરા-બિલ મેઈન રોડનું સમારકામ કાર્ય હાથ ધરાતાં વાહનચાલકો-રાહદારીઓને રાહત

Charotar Sandesh

વડોદરામાં સૌથી નાની વયના માત્ર ૨૨ દિવસના બાળકે કોરોનાને હરાવ્યો…

Charotar Sandesh

લાલ દરવાજા પાસેથી 10 કિલો ચરસ સાથે બે કાશ્મીરી યુવક સહિત 3ની ધરપકડ

Charotar Sandesh