Charotar Sandesh
ગુજરાત

સુરતથી અમદાવાદ આવતા તમામ લોકોનું કરાશે ચેકિંગ…

પ્રાથમિક તબક્કે ૧૦૦ વ્યક્તિઓના ટેસ્ટ કરાતા ૯ મુસાફરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા…

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો વધ્યો છે. અમદાવાદ બાદ રાજકોટ અને સુરતમાં કોરોનાના દર્દીઓ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. ત્યારે હાલ સુરતથી અમદાવાદ આવતા લોકો માટે એક ખાસ સમાચાર મળી રહ્યા છે. સુરતમાં કોરોનાના કેસ વધતા અમદાવાદમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ અમદાવાદને ફરીથી ચેપગ્રસ્ત ન કરે તેના માટે તંત્ર દ્વારા આગમચેતી પગલા ભરવામાં આવી રહ્યા છે. હાલ તંત્ર દ્વારા સુરતથી આવતા તમામ લોકોનું ચેકિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાથમિક તબક્કે જ્યારે ૧૦૦ વ્યક્તિઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, તેમાંથી ૯ જેટલા મુસાફરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જોકે, કેસ પોઝિટિવ આવતા જ બીજી આરોગ્ય વિભાગની ટીમોને પણ અહીં કાર્યરત કરી દેવામાં આવી છે. સુરતમાં કોરોનાના કેસ વધતા અમદાવાદમાં તેનો ચેપ ન પ્રસરાય તેના માટે સુરતથી આવતા તમામ લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ લોકોનું કોરોનાની રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેથી ખબર પડી શકે તે સુરતમાંથી અમદાવાદમાં આવતા કોઈ વ્યક્તિમાં તેના લક્ષણો છે કે નહીં,
જો તંત્રને તેવો શંકાસ્પદ કેસ દેખાશે તો તાત્કાલિક પગલા ભરી શકે તેના માટે શહેરમાં પ્રવેશ માર્ગ પર પોલીસ અને હેલ્થની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. અમદાવાદમાં સંક્રમણ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે. સૌપ્રથમ ગુજરાતના અમદાવાદમાં એપીસેન્ટર તરીકે કોરોના વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ ધીમેધીમે અમદાવાદ કોરોનાની ઝપેટમાંથી બહાર નીકળી રહ્યું છે, ત્યારે સુરત-રાજકોટના લોકો અમદાવાદમાં ચેપ ન ફેલાવે તેના માટે તંત્ર સતર્ક બન્યું છે. અમદાવાદમા ફરી કોરોનાનો ફેલાવો ન થાય તે માટે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગે જાહેર કરેલી વિગતો મુજબ છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં પાંચ અને સુરતમાં છ દર્દીઓના કોરોનાને કારણે મોત થતા આ બંને જિલ્લામાં અત્યાર સુધીમાં અનુક્રમે કૂલ મૃત્યુઆંક ૧૫૦૬ અને ૨૦૨એ પહોંચી ગયો છે.

Related posts

મેડિકલ, પેરામેડીકલ સ્ટાફ જીવના જોખમે લોકોની સેવા કરી રહ્યો : સીએમ રૂપાણી

Charotar Sandesh

૧૨૩ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકાર સહાય આપશે : કૃષિમંત્રી

Charotar Sandesh

આણંદ સહિત મધ્ય-દક્ષિણ ગુજરાતમાં આજથી પાંચ દિવસ વરસાદની આગાહી : વરસાદી સિસ્ટમ સક્રિય

Charotar Sandesh