Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત

આણંદ સહિત મધ્ય-દક્ષિણ ગુજરાતમાં આજથી પાંચ દિવસ વરસાદની આગાહી : વરસાદી સિસ્ટમ સક્રિય

વરસાદની આગાહી

રાજ્યમાં બે દિવસ ભારે અને પછી ૩ દિવસ અતિભારે વરસાદ (rain)ની આગાહી મેઘરાજા ત્રીજા રાઉન્ડમાં બોલાવશે ધડબડાટી

અમદાવાદ : ગુજરાતમાં હવે ચોમાસા (monsoon) નો ત્રીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. આ વચ્ચે રાજ્યમાં આજે અને આવતી કાલે ભારે વરસાદ (rain) ની આગાહી છે.

૧૮, ૧૯ અને ૨૦ જુલાઈએ અતિભારે વરસાદની છે આગાહી છે. ૧૮ જુલાઈથી મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો અને અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ (heavy rain) ની આગાહી છે. છેલ્લા ૨૪ કલાકના આંકડા પર નજર કરીએ તો, અત્યાર સુધીમાં ગુજરાતના ૧૧૬ તાલુકામાં વરસાદ (rain) નોઁધાયો છે.

હવામાન વિભાગે આજના હવામાનના લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યું કે, આગામી ૭ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. ૧૫,૧૬ અને ૧૭ તારીખે ભારે વરસાદ (rain) ની આગાહી છે. ૧૮, ૧૯ અને ૨૦ જુલાઈએ અતિભારે વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ (rain) ની આગાહી છે. તો આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ (rain) ની આગાહી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ૧૮ જુલાઈથી મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. ૧૮ જુલાઈ પછી ગુજરાતમાં ધોધમાર વરસાદ આવશે. ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.

સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી ઠેય બંગાળના ઉપસાગરમાંથી ૨ વરસાદી સિસ્ટમ આવતા અતિભારે વરસાદની આગાહી છે.

૧૬-૧૭ જુલાઈની આગાહી
વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, Narmada, ભરૂચ, Vadodara, છોટાઉદેપુર, Dahod, પંચમહાલમાં વરસાદ આવી શકે છે. તો આણંદ, ahemadabad, ભાવનગર, Amreli જૂનાગઢ, ગીર Sonmathમાં પણ વરસાદની શક્યતા છે.

Related posts

સાંજે ખંઢેરી સ્‍ટેડીયમમાં ભારત અને બાંગ્‍લાદેશ વચ્‍ચે ટી-૨૦ શ્રેણીનો મહાસંગ્રામ…

Charotar Sandesh

વડોદરામાં મુખ્ય માર્ગ પર ૫ ફૂટનો ભૂવો પડતા તંત્રની પોલ ખુલી…

Charotar Sandesh

ડ્રીમ પ્રોજેક્ટ થંભ્યો : મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિલંબ થવાની શક્યતા…

Charotar Sandesh