મુંબઈ : દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કેસની તપાસ હવે સીબીઆઇની ટીમ કરી રહી છે. સીબીઆઇની ટીમ સુશાંતના બાંદ્રા સ્થિત એપાર્ટમેન્ટમાં પહોંચી હતી. જ્યાં તેણે ક્રાઇમ સીનને રીક્રિએટ કરી રહી કર્યો હતો. સીબીઆઇ ફ્લેટમાં દરેક વસ્તુની ઝીણવટ પૂર્વક તપાસ કરી રહી છે. આ દરમિયાન તેની સાથે સુસાંત કુક, ફ્લેટમેટ સિદ્રાર્થ પિઠાણી અને દિલ્હીથી આવેલી ફોરેન્સિક ટીમ હતી. સીબીઆઇ પથારી અને પંખાની વચ્ચેના અંતર, ફાંસી માટે ઉપયોગ કરેલું કાપડ સહિત અન્ય નાની મોટી વસ્તુઓની તપાસ કરી, હાલમાં આ કેસને લઇને મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર સુશાંતની આત્મહત્યા બાદ એપાર્ટમેન્ટમાં છેડછાડ થઇ હતી. એક ખાનગી રિપોર્ટ મુજબ આ ફ્લેટને થોડાક દિવસ બાદ જ મુંબઇ પોલીસે ફ્લેટને માલિકને સોંપી દીધો હતો. ફર્નિચર હટાવ્યા સિવાય એપાર્ટમેન્ટમાં અનેક બદલાવ કર્યા હતા. સુશાંતના ફ્લેટમાં માત્ર એક માસ્ટર બેડ સિવાય કઇપણ ન હતું.
જ્યારે સોશિયલ મીડિયા પર પણ કઇક એવી તસવીરો વાયરલ થઇ રહ છે. જે આ કેસને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. સામે આવેલી આ તસવીરોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સુશાંતના ઘરનો બેડ પણ ચેન્જ કરવામાં આવ્યોછે. તસવીરમાં બે બેડ જોવા મળી રહ્યા છે એક બેડ ૧૪ જૂનનો છે અને જ્યારે બીજો ૧ ઓગસ્ટ છે. લોકોનો દાવો છે કે એવું એટલા માટે કરવામાં આવ્યું જેથી બેડની હાઇટમાં થોડોક ફરક કરવામા આવે અને તેને એક આત્મહત્યા બતાવવામાં આવે. એટલું જ નહીં સુશાંતના નિધન બાદ ફ્લેટને બંધ કરવામાં ન્હોતો આવ્યો.
સુશાતંના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાની ૫ જુલાઇ સુધી તે જ ઘરમાં રહી રહ્યો હતો. જણાવી દઇએ કે સીબીઆઇએ કૂપર હોસ્પિટલના ૫ ડોક્ટરોની એક ટીમથી પૂછપરછ કરી જેણે પોસ્ટમોર્ટમ કર્યું હતું, સીબીઆઇએ પૂછ્યું કે કોવિડ-૧૯નો રિપોર્ટ આવતા પહેલા પોસ્ટમોર્ટમ કેમ કરવામાં આવ્યું હતું, ડોક્ટરોમાં થી એક કથિત રીતે અધિકારીઓને જણાવ્યું કે મુંબઇ પોલીસના આદેશ પર મોડી રાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.