Charotar Sandesh
બોલિવૂડ

અનુષ્કાને જોતા વિરાટ થયો રોમેન્ટિક, ડાન્સ કરતો વીડિયો થયો વાઇરલ

વિરાટ કોહલી

મુંબઈ : બોલિવૂડ તથા ક્રિકેટનું પાવર કપલ અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી કોઈને કોઈ વાતે ચર્ચામાં રહેતું હોય છે. હાલમાં જ અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં વિરાટ કોહલી સ્વ. શમ્મી કપૂરની જેમ ડાન્સ કરતો જોવા મળ્યો હતો.

વિરાટ કોહલી તથા અનુષ્કા શર્મા લક્સ સાબુની જાહેરાતમાં સાથે જોવા મળ્યા છે. અનુષ્કા શર્મા બાથટબમાં ન્હાઈને તૈયાર થઈને રૂમમાં આવે છે. રૂમમાં વિરાટ કોહલી સૂટ બૂટમાં તૈયાર હોય છે. અનુષ્કાને સામે જોતા વિરાટ મંત્રમુગ્ધ થઈ જાય છે. અનુષ્કા, વિરાટને પૂછે છે કે શું જુએ છે? વિરાટ સ્વ. એક્ટર શમ્મી કપૂર સ્ટાઇલમાં ગીત ગાવા લાગે છે, ’યે ચાંદ સા રોશન ચેહરા, ઝુલ્ફો કા રંગ સુનહાર…’ પછી વિરાટ તથા અનુષ્કા ડાન્સ કરવા લાગે છે.

આ જાહેરાતમાં અનુષ્કા તથા વિરાટ વચ્ચે કમાલની કેમિસ્ટ્રી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે આ બંનેની પહેલી મુલાકાત શેમ્પુની જાહેરાત દરમિયાન થઈ હતી. અહીંથી બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. ત્યારબાદ બંને માન્યવરની જાહેરાતમાં જોવા મળ્યા હતા.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ૧૧ ડિસેમ્બરે ૨૦૧૭માં ઇટલીમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતા. રિસેપ્શનમાં વડાપ્રધાન મોદીએ પણ હાજરી આપી હતી. અનુષ્કાએ ૧૧ જાન્યુઆરીના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. અનુષ્કા તથા વિરાટે દીકરીનું નામ વામિકા રાખ્યું છે.

અનુષ્કા છેલ્લે ૨૦૧૮માં શાહરુખ-કેટરીના સાથે ફિલ્મ ’ઝીરો’માં જોવા મળી હતી. આ ફિલ્મ સુપરફ્લોપ રહી હતી. ત્યારબાદ અનુષ્કાએ પ્રોડ્યૂસર તરીકે વેબ સિરીઝ ’પાતાલ લોક’ તથા વેબ ફિલ્મ ’બુલબુલ’ બનાવી હતી. અનુષ્કા શર્મા મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિકમાં કામ કરી રહી છે.

વિરાટ-અનુષ્કા દીકરી વામિકા સાથે હાલમાં લંડનમાં છે. ટીમ ઇન્ડિયા ચાર ઓગસ્ટના રોજ ઇંગ્લેન્ડ વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચ રમશે.

Other News : Bollywood : અભિનેત્રી જ્હાનવી કપૂરએ કર્યો લગ્નના પ્લાન વિશે ખૂલાસો

Related posts

કાળિયાર શિકાર કેસ : જોધપુર કોર્ટમાં સલમાન ગેરહાજર, ૧૯ ડીસેમ્બરે સુનાવણી…

Charotar Sandesh

દિલીપકુમારના નિધનથી દુખી અભિનેત્રી સની લિયોને ઈમોશનલ પોસ્ટ શેર કરી

Charotar Sandesh

મુંબઈ : ઈન્ડસ્ટ્રીમાં ’કાસ્ટિંગ કાઉચ’નો ઘણી વખત સામનો કર્યો : મિનિષા લાંબા

Charotar Sandesh