Charotar Sandesh
ગુજરાત

હવે વોટ્‌સએપથી રાજ્યમાં લેવાશે ધોરણ ૩ થી ૧૨ની ઓનલાઈન પરીક્ષા…

‘૮૫૯૫૫૨૪૫૨૩’ નંબર વિદ્યાર્થીઓએ સેવ કરી ફ્ક્ત હેલો લખશે તો ક્વિક રિપ્લાય મળશે…

પ્રથમ તબક્કામાં આગામી ૨૩મી જાન્યુઆરીના રોજ ધોરણ.૩થી ૫ના વિદ્યાર્થીની કસોટી લેવામાં આવશે…

ગાંધીનગર : ધોરણ.૩થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા વોટ્‌સઅપ બેઈઝડ કસોટી લેવાની સુવિધા ઉભી કરી છે. જેના માટે એક વોટ્‌સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જે નંબર પર વિદ્યાર્થીઓએ એક વખત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાર બાદ દર અઠવાડીયે વિદ્યાર્થી પોતાનુ સ્વ મુલ્યાંકન કરી શકશે. પ્રથમ તબક્કામાં આગામી ૨૩મી જાન્યુઆરીના રોજ ધોરણ.૩થી ૫ના વિદ્યાર્થીની કસોટી લેવામાં આવશે. ત્યાર બાદ દર અઠવાડીયે આ કસોટી લેવાશે.
૨૩મી જાન્યુઆરીએ યોજાનારી વોટ્‌સએપ બેઈઝડ સપ્તાહ કસોટી દુરદર્શન કેન્દ્ર પરથી પ્રસારિત થતાં ધોરણ.૩થી ૮ના વિષય વસ્તુ આધારીત અને ધોરણ.૯થી ૧૨ માટે ગુજરાત વર્ચ્યુઅલ શાળાના લાઈવ ક્લાસિસના વિષય વસ્તુ આધારીત બહુવિકલ્પી પ્રકારના પ્રશ્નો પુછવામાં આવશે. વોટ્‌સએપ પર પ્રશ્નોના જવાબ આપ્યા બાદ તરત જ તેનું પરિણામ આવી જશે. શિક્ષણ વિભાગે જાહેર કરેલ ‘૮૫૯૫૫૨૪૫૨૩’ નંબર વિદ્યાર્થીઓએ સેવ કરી ફ્ક્ત હેલો લખશે તો ક્વિક રિપ્લાય મળશે. ત્યારબાદ વિદ્યાર્થીએ શાળાનો યુડાયસ કોડ લખીને મોકલવાનો રહેશે. જેથી સામેથી રિપ્લાયમાં સ્કૂલની વિગતો આવશે.
ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાની ધોરણની વિગતો આપવાની રહેશે. ત્યાર બાદ નામની ખરાઈ કરતા નોંધણી થઈ હોવાનો રિપ્લાય આવશે. ત્યારબાદ વિદ્યાર્થી વોટ્‌સએપ પર પરીક્ષા આપી શકશે. ૧૦ પ્રશ્નોના જવાબ આપી દીધા બાદ તરત જ તેનું પરિણામ આવી જશે અને સાચા જવાબની એક ફઈલ પણ મોકલાશે. જેમાં વિદ્યાર્થીને કચાશ જણાશે તે મુદ્દાની લીંક પણ મોકલાશે.

Related posts

સુરતમાં ભાજપ નેતાએ દિકરીનો જાહેરમાં કેક કાપી જન્મદિવસ ઊજવતા વિવાદ…

Charotar Sandesh

ભારે વરસાદના કારણે ૧૫ સ્ટેટ હાઈવે સહિત કુલ ૧૩૬ રસ્તા બંધ

Charotar Sandesh

અયોધ્યા રામમંદિર શિલાન્યાસ કાર્યક્રમમાં રાજ્યના આ ૭ સંતોને પૂજા માટે આમંત્રણ…

Charotar Sandesh