Charotar Sandesh
ગુજરાત

હાય રે મોંઘવારી : આણંદ-અમદાવાદ-સુરત સહિતના જિલ્લામાં પેટ્રોલ ૮૮ રૂપિયાને પાર…

હાલ ૬૫ ડોલરની આસપાસ ચાલી રહ્યો છે ક્રૂડનો ભાવ…

અમદાવાદ : જે રાજ્યોમાં વેટના દર ઉંચા છે ત્યાં બસ થોડા જ દિવસોમાં પેટ્રોલ સેન્ચ્યુરી મારવાની તૈયારીમાં છે. વાત આટલેથી પૂરી નથી થતી. હાલની સ્થિતિ અને સંજોગો પણ કંઈક એવા છે કે, પેટ્રોલના ૧૦૦ રુપિયા પ્રતિ લિટરના ભાવ આગામી દિવસોમાં ’ન્યૂ નોર્મલ’ બની રહેવાની પૂરી શક્યતા છે. આજે અમદાવાદમાં પેટ્રોલના ભાવ ૮૮ રુપિયાની સપાટીને વટાવી ગયા છે.
પેટ્રોલની કિંમતનો મોટો આધાર તેના પર લાગુ પડતા વિવિધ ટેક્સ અને ક્રૂડ ઓઈલની કિંમત પર નક્કી થાય છે. જો એપ્રિલ મહિનાથી પેટ્રોલિયમનું પ્રોડક્શન કરતાં દેશોએ તેમાં વધારો ના કર્યો તેમજ ટેક્સમાં પણ કોઈ રાહત ના મળી, તો મોંઘા પેટ્રોલ-ડીઝલમાંથી રાહત મળવાની શક્યતા લગભગ નહીવત છે.
વોલ સ્ટ્રીટની ત્રણ બેંકો ગોલ્ડમેન શાઝ, મોર્ગન સ્ટેન્લી અને બેંક ઓફ અમેરિકાનું આકલન છે કે, આગામી કેટલાક મહિનામાં ક્રૂડના ભાવ ૭૦ ડોલરની આસપાસ થશે અને તે વધીને ૭૫ ડોલર થઈ જાય તો પણ નવાઈ નહીં. એટલું જ નહીં, જો ઓપેક દ્વારા ક્રૂડનું પ્રોડક્શન વધારી દેવાયું તો પણ તેની ડિમાન્ડની સરખામણીએ પૂરવઠો ઓછો રહેવાથી પેટ્રોલ-ડીઝલ સસ્તા નથી થવાના.
હાલના દિવસોમાં જ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કેટલાક રાજ્યોમાં પેટ્રોલે સેન્ચ્યુરી ફટકારી દીધી છે, જેની પાછળ ત્યાં પેટ્રોલ પર લેવાતા ઉંચા ટેક્સ જવાબદાર છે. વળી, બુધવારે બ્રેન્ડ ક્રૂડ પણ ૬૫ ડોલર પ્રતિ બેરલની સપાટીને કૂદાવી ગયું હતું, અને ભારતની ક્રૂડની ખરીદી પણ સોમવારથી ૬૨ને બદલે ૬૩.૯૦ ડોલરના ભાવ પર પહોંચી છે.
ભારતીય રિફાઈનરીઓ દ્વારા બ્રેન્ટને બદલે મિક્સ ક્રૂડ ખરીદવામાં આવતું હોય છે, જે બ્રેન્ટથી ૨-૩ ડોલર સસ્તું હોય છે. જોકે, ક્રૂડના ભાવ વધે તે સાથે આ અંતર ઘટતું જતું હોય છે. આ હિસાબે જો ક્રૂડ ૭૦ ડોલરની સપાટી પર પહોંચે તો ભારતની ખરીદીનો ભાવ ૬૮ ડોલરની આસપાસ પહોંચી જશે, જે હાલના ભાવ કરતાં ૬-૭ ડોલર વધુ છે.
એક્સપટ્‌ર્સનું માનીએ તો, ક્રૂડની કિંમતમાં ૧ ડોલરનો વધારો થાય તો ઘરઆંગણે પેટ્રોલની કિંમત ૫૫ પૈસા અને ડીઝલની કિંમત ૬૦ પૈસા જેટલી વધી જાય છે. આમ, જો ક્રૂડ ૭૦ ડોલરની સપાટીએ પહોંચી ગયું તો દિલ્હીમાં હાલ પેટ્રોલ જે ભાવે વેચાય છે તેનાથી ૩.૩૦ રુપિયા જ્યારે ડીઝલ ૩.૬૦ રુપિયા જેટલું વધી જશે.

Related posts

કચ્છમાં પાકિસ્તાન માટે જાસૂસી કરવારના આરોપમાં ૪ની ધરપકડ…

Charotar Sandesh

રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ સુરેન્દ્રનગરની જિલ્લા કારોબારી બેઠક યોજાઈ ગઈ…

Charotar Sandesh

શ્રી મહાસતિ અનસૂયા માતાજીના મંદિરે અર્પણ કરાયેલ હિરા-માણેક-સોનાના ઘરેણા દર્શનનો કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh