Charotar Sandesh
સ્પોર્ટ્સ

અમદાવાદની બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય…

ટોક્યો : ભારતની બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલે ભારતીય મહિલાઓના સ્તર પર મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. તે ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર દેશની પહેલી મહિલા બની ગઇ છે. આ સિવાય તે એવી માત્ર ત્રીજી ભારતીય છે જેને ઓલિમ્પિક માટે આ રમતમાં કેટેગરીમાં ક્વોલિફાય કર્યું છે. ભારતના રમતગમત મંત્રી કિરણ રિજીજુએ માના પટેલની આ ઉપલબ્ધિ પર ટિ્‌વટ કરી માહિતી અને અભિનંદન પાઠવ્યા છે.

રિજિજુએ ટિ્‌વટ કરી કહ્યું કે બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલ ભારતની પહેલાં મહિલા અને ત્રીજી ભારતીય સ્વિમર બની ગઇ છે જેને ટોક્યો ૨૦૨૦ માટે ક્વોલિફાય કરી લીધું છે. હું માનાને અભિનંદન પાઠવું છું જેણે યુનિવર્સિલિટી કોટાની અંતર્ગત ક્વોલિફિકેશન પ્રાપ્ત કર્યું.

ગુજરાતનું ગૌરવ ૨૧ વર્ષની અમદાવાદી માના પટેલે જાપાનના ટોક્યોમાં યોજાનાર ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા માટે ક્વોલિફાઇ કરી લીધું છે. માના પટેલનો જન્મ ૧૮ માર્ચ ૨૦૦૦ના રોજ અમદાવાદમાં થયો હતો. માના પટેલે અમદાવાદની ઉદગમ સ્કૂલ ફૉર ચિલ્ડ્રનમાંથી વાણિજ્યનો અભ્યાસ કર્યો છે. ગુજરાત વિદ્યાપીઠમાં આવેલ સ્વિમિંગ પુલમાં તે તરતાં શીખી છે. જ્યાં કમલેશ નાણાવટીએ તેને સ્વિમિંગની ટ્રેનિંગ આપી હતી. હાલમાં મુંબઈના ગ્લેનમાર્ક એક્વા ફાઉન્ડેશનમાં સ્વિમિંગનું પ્રશિક્ષણ આપી રહી છે.

માના પટેલ ૭ વર્ષની હતી ત્યારથી જ તરવાનું શરૂ કર્યું હતું. જ્યારે તે ૧૩ વર્ષની હતી ત્યારે હૈદરાબાદ ખાતે યોજાયેલ જૂનિયર નેશનલ એક્વાટિક ચેમ્પિયનશિપમાં માના પટેલે ત્રણ રેકોર્ડ તોડ્યા હતા. આ ઉપરાંત નેશનલ ગેમ્સમાં માના પટેલે ૫૦ મીટર બેકસ્ટ્રોક અને ૨૦૦ મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ જીત્યો છે.

Related posts

૬ વર્ષ દરમિયાન ધોની કેપ્ટન તરીકે ખૂબ બદલાઈ ગયો હતો : ઈરફાન પઠાણ

Charotar Sandesh

રવિ શાસ્ત્રી બોલિવૂડની બિન્દાસ ગર્લ અમૃતા સિંઘને કરતા હતા પ્રેમ..?

Charotar Sandesh

આઇપીએલમાં ૧૦ ટીમો ભાગ લેશેઃ મે મહિનામાં હરાજી થશે…

Charotar Sandesh