Charotar Sandesh
ગુજરાત

અયોધ્યા રામમંદિર શિલાન્યાસ કાર્યક્રમમાં રાજ્યના આ ૭ સંતોને પૂજા માટે આમંત્રણ…

મોદી-શાહ મક્કમતાથી રાજકીય નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છેઃ આચાર્ય

રાજકોટ : આગામી ૫ ઓગસ્ટે અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે રામ મંદિરનો શિલાન્યાસ થવાં થઈ રહ્યો છે. રામ મંદિરનો શિલાન્યાસ પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. ત્યારે રાજકોટના મુંજકામાં આવેલ આર્ષ વિદ્યામંદિરના આચાર્ય પરમાત્માનંદજીને આ શિલાન્યાસ કાર્યક્રમમાં પધારવા માટે આમંત્રણ મળ્યું છે. જેથી આચાર્ય પરમાત્માનંદજીએ તમામ સાધુઓ વતી પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને અભિનંદન પાઠવ્યાં છે.
અમદાવાદ. અયોધ્યામાં રામમંદિર નિર્માણનું ભૂમિપૂજન ૫ ઓગસ્ટના રોજ વડાપ્રધાનની હસ્તે થવાનું છે. જેમાં ગુજરાતમાંથી સાત સંતોને નિમંત્રણ આપવામા આવ્યું છે. વીએચપીના અગ્રણીએ નામ ન આપવાની શરતે આ સાત સંતોને આમંત્રણ આપવામાં આવ્યું હોવાની માહિતી આપી છે.

પરમાત્માનંદજી સાથે બીજા આચર્યો પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા અયોધ્યા જશે. આચાર્ય પરમાત્માનંદજીએ જણાવ્યું હતું કે પીએમ મોદી અને અમિત શાહ મક્કમતાથી રાજકીય નિર્ણય લઈ શકવાની ક્ષમતા ધરાવે છે. જેના કારણે જ રામ મંદિરનો આગામી ૫ ઓગસ્ટે શિલાન્યાસ થશે. આગામી સમયમાં અયોધ્યા ખાતે ન માત્ર રામ મંદિર બની રહ્યું છે. પરંતુ જન-જનની અંદર રામ બિરાજમાન થાય અને તેમના ચરિત્રના ગુણોનો સ્વીકાર થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ જણાવ્યું હતું કે પીએમ મોદી દ્વારા આત્મનિર્ભર ભારતની વાત કરવામાં આવી છે. તેમાં મોટાભાગે આર્થિક પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. પરંતુ સાચા અર્થમાં આત્મનિર્ભર ભારત એ કહેવાશે કે જે આત્મનિર્ભર ભારતમાં આપણે આપણી સંસ્કૃતિને આપણે આપણી પરંપરાઓને જાળવી રાખીશું.

આ સંતોને અયોધ્યા રામમંદિર ભૂમિ પૂજન માટે આમંત્રણ…

૧. મહંત સ્વામી (બીએપીએસ)
૨. અવિચલદાસજી (સતકેવલ જ્ઞાનપીઠ, સારસા)
૩. પરમાત્માનંદજી (સંયોજક મહામંત્રી, હિન્દુ ધર્મ આચાર્ય મહાસભા)
૪. માધવપ્રિયદાસજી (અધ્યક્ષ, એસજીવીપી ગુરુકુળ)
૫. આચાર્ય કૃષ્ણમણી (જામનગર પ્રણામી સંપ્રદાય)
૬. અખિલેશ્વરદાસજી (મહંત, સરસપુર રામજી મંદિર)
૭. શાંતિગીરી મહારાજ (વડીયાવીર, ઈડર)

Related posts

મુખ્યમંત્રી કેજરીવાલ ૬ જૂને ગુજરાતની મુલાકાતે : અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં રેલી યોજશે

Charotar Sandesh

પીએમ મોદીની જાહેરાત સાથે હું સહમત છું, હું વેકસીન લેવા ત્યાર છું : મુખ્યમંત્રી

Charotar Sandesh

ઐતિહાસિક રાણકી વાવ બાદ પાટણને વધુ નવી એક ઓળખ, ૧૦૦ કરોડના ખર્ચે ડાયનાસોર પાર્ક બનશે…

Charotar Sandesh