આણંદ : હાલમાં ચાલી રહેલ કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જિલ્લા કાનુની સેવા
સત્તા મંડળ (ડી.એલ.એસ.એ) આણંદના ચેરમને શ્રી પી.એમ. રાવલના માર્ગદર્શન હેઠળ સેક્રેટરી શ્રી.એ.એમ પાટડીયાએ જિલ્લા ન્યાયાલય આણંદ ખાતે શ્રૃતિ ફાઉન્ડેશનના સહયોગથી હોમિયોપેથીક દવાનું જિલ્લા ન્યાયાલયમાં
ફરજ બજાવતા જજીસશ્રીઓ, કોર્ટ સ્ટાફ, વકીલશ્રીઓ અને પક્ષકારોને વિતરણ કરવામાં આવ્યું હતું. તેમ
શ્રી એ.એમ. પાટડીયાએ એક યાદી દ્વારા જણાવ્યું હતું.