Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જનરલ હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરતા જિલ્લા કલેક્ટર ડી. એસ. ગઢવી

આણંદ જનરલ હોસ્પિટલ

આણંદ જનરલ હોસ્પિટલને રૂ. ૩.૮૦ લાખના મેડિકલ સાધનોનું દાન કરનાર દાતા એસ. એસ. રાઠીનુ કલેક્ટરશ્રીના હસ્તે સન્માન

આણંદ : જિલ્લા કલેક્ટરશ્રી ડી. એસ. ગઢવીએ આજ રોજ આણંદ જનરલ હોસ્પિટલની મુલાકાત લઈ ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની જાણકારી મેળવીને કોરોના અંગેની સજ્જતાની સમીક્ષા કરી હતી. આ મુલાકાત સમયે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપના ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા કલેક્ટરશ્રીની આ મુલાકાત દરમિયાન Anand General Hospitalના સિવિલ સર્જન ડો. અમર પંડ્યાએ હોસ્પિટલમાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓની વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં ૫૦ પેરામીટર સાથેની અત્યાધુનિક લેબ કાર્યરત છે, તેમજ આગામી ૧૫ દિવસમાં Micro લેબ પણ કાર્યરત થશે. તેમજ દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવેલ સાધનો થકી અનેક લોકો સારવાર મેળવી રહ્યા છે.

તેમણે કોરોના અંગેની તૈયારીની માહીતી આપતા જણાવ્યું હતું કે, હોસ્પિટલ ખાતે ૫૦૦ લીટર પર મિનિટ કેપેસિટીનો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે, જેના થકી ૩૦ બેડને એક સાથે ઓક્સિજન પુરો પાડી શકાય છે. આ ઉપરાંત ૮૬ ઓક્સિજન બેડ, ૧૦ આ.સી.યુ. બેડ, ૬ એચ.ડી.યુ. બેડ, ૪૬ જમ્બો સિલિન્ડર, ૩૨ અન્ય સિલિન્ડર, ૨૯ ઓક્સિજન કોન્સન્ટ્રેટર, ૨૬ મલ્ટીપેરા મોનીટર, ૩૮ વેન્ટીલેટર, તેમજ પુરતા પ્રમાણમાં દવાઓ, માસ્ક, ઇન્જેક્શન, પી.પી.ઈ કીટ જેવી આરોગ્યલક્ષી સામગ્રીઓ ઉપલબ્ધ છે.

આ મુલાકાત દરમિયાન હાઇડ્રોલિક ઓ. ટી, ટેબલ અને એનેસ્થેસીયા ટ્રોલીના દાતાશ્રી એસ. એસ. રાઠીનું જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ મુલાકાત સમયે Anand General Hospitalના ડોક્ટર્સ – નર્સ સહિતની આરોગ્ય ટીમ ઉપસ્થિત રહી હતી.

Other News : કોરોના વાઈરસના નવા વેરીએન્ટ બીએફ-૭ ને ધ્યાને લઈ જિલ્લામાં સતર્કતા જરૂરી – કલેક્ટર ડી.એસ. ગઢવી

Related posts

રાજ્યના નગરોમાં માર્ગોની મરામત-રિપેરીંગ-રિસરફેસીંગ માટે તત્કાલ ૭૪ કરોડ રૂપિયા મંજૂર કર્યા

Charotar Sandesh

ગૃહિણીઓને પડતાં પર પાટુ… શાકભાજીની સાથે કઠોળના ભાવ પણ વધ્યા…

Charotar Sandesh

ACBની સફળ ટ્રેપમાં સરપંચના પતિ રંગેહાથ ઝડપાયો : તલાટી-સભ્યએ આકરણી માટે ર લાખની લાંચ માંગી હતી

Charotar Sandesh