Charotar Sandesh
ગુજરાત

ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ ગુજરાતીઓને પછાત કહેતા વિવાદ…

કેટલાક સભ્ય લોકો ભારત તેમજ ભારતીયોને વિભાજીત કરવા માગે છેઃ રુપાણી

આર્થિક રીતે સમૃદ્ધ હોવા છતાં ગુજરાત સાંસ્કૃતિક રીત પછાત પ્રાંત છે, જ્યારે તેનાથી વિરુદ્ધ બંગાળ આર્થિક રીતે પછાત હોવા છતાં સાંસ્કૃતિક રીતે આગળ છે…

ન્યુ દિલ્હી/ગાંધીનગર : ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ એક ટ્‌વીટમાં ગુજરાતીઓને સાંસ્કૃતિક રીતે પછાત કહેતા વિવાદ ભડક્યો છે. ગુહાએ પોતાના ટ્‌વીટમાં ફિલિપ સ્પ્રોટ્ટને ટાંકતા લખ્યું છે કે, આર્થિક રીતે સમૃદ્ધ હોવા છતાં ગુજરાત સાંસ્કૃતિક રીત પછાત પ્રાંત છે, જ્યારે તેનાથી વિરુદ્ધ બંગાળ આર્થિક રીતે પછાત હોવા છતાં સાંસ્કૃતિક રીતે આગળ છે. પોતાના ટ્‌વીટમાં ગુહાએ લખ્યું છે કે ૧૯૩૯માં ફિલિપ સ્પ્રોટ્ટે આવું લખ્યું હતું.

ગુહાના ટ્‌વીટનો જવાબ આપતા રુપાણીએ લખ્યું છે કે, પહેલા અંગ્રેજો ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અનુસરતા હતા. હવે બૌદ્ધિકોનું જૂથ ભારતીયોમાં ભાગલા પડાવી રહ્યું છે. દેશ ક્યારેય આ પ્રકારની યુક્તિ-પ્રયુક્તિઓમાં નહીં ફસાય. ગુજરાત મહાન છે, બંગાળ પણ મહાન છે અને ભારત એક છે. રુપાણીએ એમ પણ લખ્યું હતું કે ગુજરાતના સાંસ્કૃતિક મૂળિયા મજબૂત છે તેમજ તેની આર્થિક મહત્વાકાંક્ષાઓ પણ બુલંદ છે.

ગુજરાતને પછાત કહેનારી ગુહાની ટ્‌વીટ પર લોકોએ પણ પોતાનો રોષ ઠાલવ્યો છે. ઘણા યુઝર્સે રુપાણીએ ગુહાને આપેલા જવાબના વખાણ પણ કર્યા છે. જ્રરટ્ઠજિરૈઙ્મટ્ઠદ્બિટ્ઠિ નામના એક યુઝરે જણાવ્યું છે કે ગુહા જેવા લોકો ખોટો ઈતિહાસ ભણાવી દેશની સાંસ્કૃતિક એકતાને તોડવા ચાહે છે. કેટલાક લોકોએ ગુહાને બંગાળની સ્થિતિ સુધારવા પણ સલાહ આપી છે.

Related posts

પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાના પુત્રને ‘કોબ્રાએ’ દંશ દીધો

Charotar Sandesh

રાજ્યમાં ભૂમાફિયાઓ વિરુદ્ધ ૧૩૩ એફઆઇઆર દાખલ : ૩૧૭ આરોપીઓ જેલના હવાલે…

Charotar Sandesh

કોરોના સંક્રમણ ઘટતા સોમવારથી ખાનગી અને સરકારી ઓફિસો ૧૦૦ ટકા સ્ટાફ સાથે કામ કરશે…

Charotar Sandesh