ખંભાતના આ તમામ દર્દીઓને આણંદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે…
આણંદ : આણંદ જિલ્લામાં વધુ સાત કોરોના વાયરસ પોઝિટીવ કેસ નોધાતા તંત્ર દોડતુ થયું છે. આ સાથે આણંદ જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસની કુલ સંખ્યા 17 પર પહોંચી ગઇ હતી.
આણંદ જિલ્લામાં લોકલ ટ્રાન્સમીશનથી કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે આણંદ જિલ્લામાં કોરોનાની કુલ સંખ્યા ૧૭ થવા પામી છે. જેથી આ કોરાનાના કહેર વચ્ચે આણંદ જિલ્લાવાસીઓને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે.
મળતી જાણકારી અનુસાર, આણંદના ખંભાતના એક જ વિસ્તારમાં સાત કેસ પોઝિટીવ નોંધાયા હતા. જેમાં પાંચ વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. આણંદમાં નોંધાયેલા 17 કોરોના પોઝિટીવ કેસમાંથી 12 કેસ ખંભાતના આલિંગ ચાર રસ્તા મોતીવાળાના છે. ખંભાતના આ તમામ દર્દીઓને આણંદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. તમામની હાલત હાલમાં સ્થિર છે.