Charotar Sandesh
ગુજરાત

તહેવારોમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો બન્યા હાઇટેક, પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઇ…

વડોદરા : તહેવારોને અનુલક્ષીને બુટલેગરો સક્રિય બન્યા છે અને અવનવા કિમીયા અપનાવી દારૂની હેરાફેરી કરી રહ્યા છે. જોકે બુટલેગરોના આ નવા કિમીયા સામે વડોદરા ગ્રામ્ય પોલીસ વધુ ચાલક સાબિત થઈ છે. દરવખતે તહેવારો નજીક હોય ત્યારે બુટલેગરો સક્રિય બનતા હોય છે. અને અવનવા પ્રકારે વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવે છે. જોકે પોલીસ પણ ચોક્કસ માહિતીને આધારે દારૂની થતી હેરાફેરી નિષ્ફળ બનાવે છે. સૌથી વધુ જો દારૂની હેરાફેરી થતી હોય તો હાઇવેના માર્ગ ઉપરથી થતી હોય છે.
અન્ય રાજયોમાંથી ગુજરાતમાં દારૂનો જથ્થો બુટલેગરો દ્વારા કેરિયરો મારફતે ઠાલવવામાં આવતો હોય છે પણ પોલીસ દ્વારા દારૂનો જથ્થો ચાલકી થી ઝડપી પાડવામાં આવતા હોય છે. હાલ પોલીસની કામગીરી જોઈને બુટલેગરો પણ સચેત બન્યા છે. અને અવનવા કીમિયા અપનાવીને દારૂની હેરાફેરી કરતા જોવા મળ્યા છે. જેમકે ટ્રાન્સપોર્ટના વાહનો, વૈભવી કારોમાં, ચોર ખાનાઓમાં, ટાયરમાં દારૂનો જથ્થો સંતાડીને દારૂનો જથ્થો હેરાફેરી કરતા હોય છે. જોકે છેલ્લા ઘણા સમયથી ગ્રામ્ય પોલીસે આ નવા કિમિયાને પણ નિષ્ફળ બનાવે છે.
છેલ્લા ઘણા દિવસોમાં પોલીસે બુટલેગરો દ્રારા નવા-નવા કીમિયા અપનાવીને પુઠાની આડમાં, ટેમ્પામાં ચોર ખાના બનાવી, વાહનના ટાયરમા છુપાવીને લાખો રુપીયાનો વિદેશી દારુ વડોદરા શહેરમા ઘુસાડવાના બુટલેગરોના પ્રયત્નોને ગ્રામ્ય પોલીસ નિષ્ફળ બનાવી રહી છે અને અવનવા કીમિયા અપનાવી વિદેશી શરાબને શહેરમાં ઘુસાડવાના પ્રયત્ન કરતા બુટલેગરોને ઝડપી પાડી તેમની સામે ગુનો નોંધાયો છે. આગામી સમયમાં પણ ગ્રામ્ય પોલીસ આ રીતે જ બુટલેગરો પર લગામ લગાવશે.

Related posts

પૂર્વ આઈટી અધિકારી તપાસ : ૩ સ્થળો પર તપાસ પૂર્ણ, ૧૦ સ્થળો પર તપાસ યથાવત્‌…

Charotar Sandesh

CM ભૂપેન્દ્ર પટેલના શપથ વિધિની તૈયારીઓ પૂર્ણ, આજે કાર્યક્રમમાં અનેક મહાનુભાવો હાજર રહેશે

Charotar Sandesh

ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ…

Charotar Sandesh