Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

નવા એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકોને રેશનકાર્ડનું વિતરણ કરવાનો પ્રારંભ કરાવ્યો…

આણંદ ખાતેથી સંસદસભ્‍યશ્રી મિતેશભાઇ પટેલ પેટલાદ – બોરસદ ખાતેથી ધારાસભ્‍યો સર્વશ્રી મહેશભાઇ રાવલ અને ગોવિંદભાઇ પરમારના હસ્‍તે વિતરણ કરાયું…

આણંદ જિલ્‍લામાં નવા ૨૩૨૯૦ રેશનકાર્ડ ધારકોની અંદાજે ૧.૧૧ લાખથી વધુ જનસંખ્‍યાનો આ યોજના હેઠળ સમાવેશ કરાયો…

આણંદ : ગુજરાત રાજયમાં વિવિધ પાત્રતા ધરાવતા રેશનકાર્ડ ધારકોને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો-૨૦૧૩ની જોગવાઈઓ અંતર્ગત તા.૧૩/૧૦/૨૦૨૦ના ઠરાવ અન્વયે નવા એન.એફ.એસ.એ. રેશનકાર્ડ વિતરણ આણંદ જિલ્લામાં આજે તા.૨૦મીના  રોજ આણંદ, પેટલાદ અને બોરસદ ખાતે કરવામાં આવ્યું હતું.  જેનો મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જૂનાગઢ જિલ્લાના કેશોદ મુકામેથી ઈ-માધ્યમથી ઓનલાઈન ઉપસ્થિત રહીને પ્રારંભ કરાવ્‍યો હતો.

આ પ્રસંગે આણંદ ખાતેથી ઇ-લોકાર્પણમાં ભાગ લેતાં  સાંસદ શ્રી મિતેશભાઇ પટેલે ભારત સરકારે રાષ્‍ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ પસાર કરતાં રાજયમાં તેનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ યોજના હેઠળ ગ્રામ્‍ય વિસ્તારની ૭૪.૬ ટકા અને શહેરી વિસ્‍તારની ૪૮ ટકા વસ્‍તીને આવરી લેવાની થાય છે. જે અંતર્ગત જિલ્‍લામાં હાથ ધરવામાં આવેલ કામગીરી દરમિયાન જિલ્‍લાના દિવ્‍યાંગો, ગંગાસ્‍વરૂપા બહેનો, વયોવૃધ્‍ધ નાગરિકો, બાંધકામ શ્રમયોગીઓને આવરી લેવામાં આવ્‍યા છે જેનાથી આ નાગરિકોને સીધો લાભ મળશે. અને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની વન નેશન વન રેશનકાર્ડની વિભાવનાને સાકાર કરશે તેમ જણાવ્‍યું હતું.

શ્રી પટેલે કોરોના કાળ દરમિયાન જિલ્‍લા પુરવઠા વિભાગ દ્વારા અનાજ વિતરણની કરવામાં આવેલ કામગીરીની બિરદાવી હતી.

મહિલા અગ્રણી શ્રીમતી હંસાકુંવરબા રાજે પ્રાસંગિક ઉદ્દબોધન કરી રાજય-કેન્‍દ્ર સરકારની જનસુખાકારીની વિવિધ યોજનાઓની વિગતો આપી હતી.

રાજય સરકારે સંવેદનશીલ નિર્ણય કરીને સમગ્ર રાજયમાં જનઅભિયાન હાથ ધર્યું હતું. જે અંતર્ગત આણંદ જિલ્‍લામાં જિલ્‍લા કલેકટર શ્રી આર. જી. ગોહિલના માર્ગદર્શન હેઠળ આ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું હતું. જેમાં રાષ્‍ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ દિવ્‍યાંગ, ગંગા સ્‍વરૂપ બહેનો, ૬૦ વર્ષની ઉપરની તમામ વ્‍યકિતઓ, બાંધકામ શ્રમિકો તથા ત્રણ પૈંડાના યાંત્રિક વાહન ધરાવતાં ઓટોરીક્ષા તથા ટેમ્‍પા ચાલકો તેમજ અન્‍ય પાત્રતા ધરાવતા લાભાર્થીઓનો સમાવેશ કરવાનું નિયત કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે આ અંગેની વિગતો આપતાં જિલ્‍લા પુરવઠા અધિકારી શ્રી ગોપાલ બામણિયાએ જિલ્‍લામાં ઓકટોબર માસથી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન ૬૯૩૦ દિવ્‍યાંગ વ્‍યકિતઓ, ૧૫૫૦૦ ગંગાસ્‍વરૂપા બહેનો, ૧૫૪૯૫ વયોવૃધ્‍ધ નાગરિકો, ૭૫૯૦ બાંધકામ શ્રમયોગી, ૨૭૦૫ ત્રણ પૈંડાના વાહનચાલકો અને અન્‍ય ૫૧૪૩૨ લાભાર્થીઓ મળી કુલ ૨૩,૨૯૦ રેશનકાર્ડ ધારકોની ૧,૧૧,૧૦૮ જનસંખ્‍યાનો સમાવેશ કરવામાં આવ્‍યો છે તેઓને આજે રેશનકાર્ડનું વિતરણ કરાશે.

આ લાભાર્થીઓનો રાષ્‍ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવેશ થતાં તેઓને સરકાર તરફથી નકકી થયેલ રાહતદરે આવશ્‍યક ચીજવસ્‍તુનો જથ્‍થો વાજબી ભાવની દુકાનો પરથી મળતો થઇ જશે તેમ
શ્રી બામણિયાએ જણાવ્‍યું હતું.  તેમણે વધુમાં જિલ્‍લા આઠ તાલુકાઓમાં હાલ ૪,૪૭,૩૩૬ રેશનકાર્ડ ધારકોની ૨૧,૪૯,૨૯૧ જનસંખ્‍યા નોંધાયેલ છે જે પૈકી ૨,૭૪,૫૦૬ રેશનકાર્ડ ધારકોની ૧૩,૮૬,૬૭૦ જનસંખ્‍યાને રાષ્‍ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવેશ કરવામાં આવ્‍યો હોવાનું કહ્યું હતું.

આ રાષ્‍ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવેશ થયેલા ૨૩,૨૯૦ રેશનકાર્ડ ધારકોને આજે આણંદ ખાતે આણંદ શહેર અને ગ્રામ્‍ય તેમજ ઉમરેઠ તાલુકાના લાભાર્થીઓનું  આણંદ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયલ હોલમાં સાંસદ શ્રી મિતેશભાઇ પટેલના હસ્‍તે, તેજ રીતે પેટલાદ ખાતે પેટલાદ, સોજિત્રા, ખંભાત અને તારાપુર તાલુકાના લાભાર્થીઓનું ખંભાતના ધારાસભ્‍ય શ્રી મહેશભાઇ રાવલ અને બોરસદ ખાતે બોરસદ અને આંકલાવ તાલુકાના લાભર્થીઓનું ઉમરેઠના ધારાસભ્‍યશ્રી ગોવિંદભાઇ પરમારના હસ્‍તે રેશનકાર્ડનું વિતરણ કરી અભિવાદન કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે આણંદ ખાતે  જિલ્‍લા કલેકટર શ્રી આર. જી. ગોહિલ, પેટલાદ ખાતે પૂર્વ મંત્રી શ્રી સી.ડી. પટેલ, પૂર્વ ધારાસભ્‍ય શ્રી અંબાલાલ રોહિત અને સંજયભાઇ પટેલ, જયારે બોરસદ ખાતે પૂર્વ સાંસદ સર્વ શ્રી દિપકભાઇ પટેલ (સાથી) શ્રી લાલસિંહ વડોદિયા સહિત જિલ્‍લા-તાલુકાના અગ્રણીઓ, જિલ્‍લા-તાલુકાના અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્‍થિત રહયા હતા.

Related posts

આણંદ ખાતે ૧૧મા રાષ્‍ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ : ચૂંટણી પંચ દ્વારા ઇ-એપિક લોન્‍ચ…

Charotar Sandesh

“સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર ૨૦૨૧-૨૨ અંતર્ગત આણંદ જીલ્લાની ૩૮ શાળાઓને પ્રમાણપત્ર એનાયત કરાયા

Charotar Sandesh

આણંદ જનરલ હોસ્પિટલ ખાતેથી સારવાર બાદ સ્વસ્થ થયેલા ખંભાતના ૬ દર્દીઓને રજા અપાઈ…

Charotar Sandesh