-
આણંદ જિલ્લામાં આજથી ૬૭૪ દુકાનો ઉપર તબ્બક્કાવાર વિતરણ…
-
૧૦ કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1-1 કિલો દાળ, ખાંડ, મીઠું તદ્દન નિઃશુલ્ક અપાશે : APL-1 કાર્ડ હોલ્ડર માટે આવી યોજના…
આણંદ : જિલ્લાના અડાસ ગામમાં આવેલ સેવા સહકારી મંડળીમાં APL-1કાર્ડ ધારકોમાં આશરે 300 જેટલા કાર્ડ ધારકોને અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું,જેમાં 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ, 1 કિલો ખાંડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સરકારી મંડળી ના વ્યવસ્થાપન સભ્યો અને કર્મચારીઓ દ્વારા સરકાર શ્રી ના આદેશ મુજબ કલમ 144 નું ઉલ્લંઘન ના થાય એ મુજબ અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે એ મુજબ ખાતાધારકોની લાઇન પડાવી ને અનાજ નું વિતરણ કરવામાં આવ્યુ. આ સમયે પ્રદેશ ભાજપ મહિલા અગ્રીણ ડૉ. હંસાકુંવરબા રાજ દ્વારા નિરીક્ષણ કરી યોગ્ય સુચનાઓ આપવામાં આવી હતી, વિતરણ સ્થળ પર મંડળીના વ્યવસ્થાપકો ગોપાલભાઈ રાજ, ઘનશ્યામભાઈ પટેલ, ગીરીશભાઈ પટેલ, જનકભાઈ બારોટ, બીજા સભ્યો તથા મંડળીના કર્મચારી ગણ દ્વારા યોગ્ય રીતે વિતરણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.
- Jignesh Patel, Anand