Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદના પટેલ પરિવારના મોભીની અમેરિકામાં લૂંટના ઈરાદે હત્યા…

આણંદ : અમેરિકામાં ગુજરાતીઓની હત્યાનો સિલસિલો હજી યથાવત છે. આણંદ વધુ એક ગુજરાતીની અમેરિકામાં લૂંટના ઈરાદાથી હત્યા કરવામાં આવી છે. મૃતક આણંદના વિદ્યાનગરના રહીશ છે. અમેરિકાના સાઉથ કારોલીનાના બ્લોકવિલમાં આ ઘટના બની હતી. અમેરિકાના બ્લેકવિલમાં સ્ટોર ધરાવતાં વિદ્યાનગરના રહીશ પર ગોળીબાર કરીને હત્યા કરીને લૂંટ ચલાવીને ભાગી ગયાં હતાં. જે બનાવ અંગે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત ૮ મી સપ્ટેમ્બરે અશ્વિન પટેલ નામના ગુજરાતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. અશ્વિન પટેલ છેલ્લા ૩૦ વર્ષથી અમેરિકાના સાઉથ કારોલીનાના બ્લેકવિલમાં સ્થાઈ થયા હતા. તેમનો પરિવાર પણ ત્યા જ રહે છે. તેઓ આ જ વિસ્તારમાં પોતાનો કન્વીનિયન સ્ટોર ધરાવતા હતા. ત્યારે ૮ સપ્ટેમ્બરના રોજ ગ્રાહકના સ્વાંગમાં કેટલાક અશ્વેત લૂંટારુંઓ તેમની દુકાનમાં ઘૂસી આવ્યા હતા.

જેઓએ લૂંટના ઇરાદે તેમની હત્યા કરી હતી. અશ્વિનભાઈ મૂળ વિદ્યાનગરના નર્મદાવાસમાં રહેતા હતા. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અશ્વેત લૂંટારૂઓની નજર સૌથી વધુ ગુજરાતીઓ પર હોય છે. અમેરિકામાં વર્ષોથી સ્થાયી થયેલા ગુજરાતીઓ તેમના ટાર્ગેટ પર હોય છે. આવામાં વારંવાર અમેરિકામાં ગુજરાતીઓની સલામતી પર પ્રશ્નો ઉભા થતા હોય છે.

Related posts

તહેવારો દરમિયાન કોવિડ-૧૯ માર્ગદર્શિકાનું પાલન કરવાનો અનુરોધ કરતા જિલ્‍લા કલેકટર મનોજ દક્ષિણી

Charotar Sandesh

વંદે ભારત એક્સપ્રેસે આણંદમાં મહિલાને અડફેટે લીધી : ૩૪ દિવસમાં ટ્રેનનો ચોથો અકસ્માત, જુઓ વિગત

Charotar Sandesh

જાહેરનામું : આણંદ જિલ્લામાં કોરોનાના ઝડપી સંક્રમણને ધ્યાને લઈ કન્ટેઈનમેન્ટ એરિયા જાહેર કરાયા…

Charotar Sandesh