Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

તહેવારો દરમિયાન કોવિડ-૧૯ માર્ગદર્શિકાનું પાલન કરવાનો અનુરોધ કરતા જિલ્‍લા કલેકટર મનોજ દક્ષિણી

જિલ્‍લા કલેકટર

કોરોના સંક્રમણ ન ફેલાય એ માટે લોકોને માસ્ક પહેરવા ખાસ અપીલ કરાઇ

આણંદ : તહેવારો દરમિયાન કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાય એ માટે કોવિડ-૧૯ માર્ગદર્શિકાનું પાલન કરવા જિલ્‍લા કલેક્ટર શ્રી મનોજ દક્ષિણીએ ચરોતરવાસીઓને ખાસ અનુરોધ કર્યો છે.

આગામી થોડા દિવસોમાં દિવાળી, નવા વર્ષની ઉજવણી થનાર છે. તહેવારોની ઉજવણી દરમિયાન મોટા પ્રમાણમાં લોકો ઘરથી બહાર જતા આવતા હોય છે. ત્યારે આ દરમિયાન કોરોના સંક્રમણ ના ફેલાય એ માટે લોકોને વિશેષ તકેદારી રાખવા કલેક્ટરશ્રીએ અપીલ કરી છે.

કલેક્ટર શ્રી દક્ષિણીએ તહેવારો દરમિયાન બહાર જતી વખતે માસ્ક અચુક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા, હાથ સેનીટાઇઝ કરવા જણાવ્યું છે. વધુમાં રસીકરણનો પહેલો કે બીજો ડોઝ બાકી હોય તો રસીકરણ કરાવી લેવા પણ લોકોને અપીલ કરવાની સાથે જેમણે રસીના બન્ને ડોઝ લઇ લીધા છે તેમને પણ તકેદારી રાખવા અપીલ કરી છે.

કોરોના હજુ ખતમ થયો નથી. ત્યારે જરા પણ લાપરવાહી રાખવાની જરૂર નથી. તેમ જણાવી કલેક્ટરશ્રીએ માસ્ક પહેરવાનો સ્વભાવ બનાવવો પડશે. જે લોકોએ રસી લીધી છે તેઓને બીજાને રસી લેવા પ્રેરણા પૂરી પાડવાનો અનુરોધ કરી આણંદ જિલ્લામાં ૯૭ ટકા રસીકરણ થયું હોવા છતાં સૌને સર્તકતા જાળવવા કલેકટરશ્રીએ અપીલ કરી છે.

Other News : આગામી નવેમ્બર માસમાં જિલ્‍લાના તમામ મતદાન મથક પર મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરાશે

Related posts

પોતાના પર હુમલો થવાની આશંકાના પગલે કોંગ્રેસ નેતા ભરતસિહ સોલંકીને પોલીસ દ્વારા સુરક્ષા અપાઇ

Charotar Sandesh

જાહેરનામું : આણંદ જિલ્લામાં કોરોનાના ઝડપી સંક્રમણને ધ્યાને લઈ કન્ટેઈનમેન્ટ એરિયા જાહેર કરાયા…

Charotar Sandesh

વડતાલધામમાં અતિવૃષ્ટિમા ફુડ પેકેટની સેવા સાથે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી

Charotar Sandesh