આણંદ શહેરમાં વધુ ર સહિત્ વિદ્યાનગર, ખંભાત, ગામડી, હાડગુડ, ઉમરેઠ, ખટનાલ, બાંધણીમાં ૧-૧ કેસો નોંધાયા…
જોકે હજીયે સંક્રમિત અને બીમારી ધરાવતા કેટલાક લોકો કદાચ ડરના માર્યા કોરોના સેમ્પલ આપવા બહાર આવતા નથી…
આણંદ : આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોના વાયરસનો પ્રકોપ ક્રમશઃ વધી રહ્યાનું ચિંતાજનક ચિત્ર જોવા મળી રહ્યું છે. આજે બપોર સુધી કુલ ૯ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જોકે હજીયે સંક્રમિત અને બીમારી ધરાવતા કેટલાક લોકો કદાચ ડરના માર્યા કોરોના સેમ્પલ આપવા બહાર આવતા નથી. આથી વાસ્તવિક આંકડો કદાચ વધારે હોઇ શકેની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
આજે જે પોઝિટિવ કેસો આવ્યા છે તેમાં આણંદ શહેરની ગુલશન સોસાયટીમાં રહેતા વ્હોરા અલ્તાફભાઈ રહેમાનભાઈ (૪૫), રેલવે પોલીસ લાઈન પાસે આવેલી નવી ચાલીમાં રહેતા પઠાણ અકબરખાન જીવાખાન (૬૩), વિદ્યાનગરની શાંતિવન સોસાયટીમાં રહેતા કનુભાઈ ગંગાદાસ પટેલ (૭૨), ખંભાત તાલુકાના ખટનાલ ગામે આવેલા પંચાયતની પાસેના દરબાર ફળિયામાં રહેતા માનસિંગ નાગજીભાઈ ડોડીયા (૬૩), હાડગુડ ગામની રાજઅકસર સોસાયટીમાં રહેતા કેતનભાઈ મગનભાઈ પટેલ (૪૯), ઉમરેઠના નાસિકવાળા હોલપાસે આવેલી અમોગ પાર્ક સોસાયટીમાં રહેતા મીતેષભાઈ સુન્દરલાલ શાહ (૬૦), ગામડી ગામની ક્રીશ્ચીયન સ્ટ્રીટમાં રહેતા માઈકલ સાયમનભાઈ પરમાર (૬૬), પેટલાદ તાલુકાના બાંધણી ગામની દુધની ડેરી પાસે રહેતા વ્હોરા યાસીનભાઈ ઈસાબભાઈ (૫૭) તેમજ ખંભાતના સાલ્વા મહોલ્લામાં રહેતા પઠાણ યાસ્મીનબેન યુનુશભાઈ (૫૦)નો કોરોના પોઝિટિવ આવ્યો છે.
આરોગ્ય તંત્ર દ્વારા પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવા સહિત સંપર્કમાં આવેલ વ્યકિતઓનો મેડિકલ સર્વ, હોમ કવોરોન્ટાઇન,સેનેટાઇઝર સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.