આણંદ : ગુજરાતમાં કોરોના કાળમાં વિપક્ષ દ્વારા અનેક વખત રાજ્ય સરકાર પર મોટા આરોપ લગાવવામાં આવી ચૂક્યા છે. હાલ રાજ્યમાં આગામી સમયમાં રાજ્યસભાની ચૂંટણીઓ માથે આવીને ઉભી છે, ત્યારે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બચાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ભાજપથી પોતાના ધારાસભ્યોને બચાવવા માટે તેઓએ ત્રણ ભાગમાં પોતાનાધારાસભ્યોને રિસોર્ટમાં વહેંચી નાંખ્યા છે. ત્યારે આજે પુરાવાઓ સાથે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પત્રકાર પરિષદ કરીને સરકાર પર સણસણતા આક્ષેપો લગાવ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે પત્રકાર પરિષદ કરીને ગુજરાત સરકાર પર આરોપ લગાવ્યા છે, તેમણે જણાવ્યું હતું કે, પોલીસ અને મશીનરીથી કોંગ્રેસના એમએલએને ડરાવાય છે.
એમએલએ પૂંજા વંશને પોલીસ દ્વારા હેરાનગતિના આરોપ લગાવ્યો છે. અમારા ધારાસભ્યોને ખોટા કેસ કરી પૂંજા વંશ વિરુદ્ધ ખોટી રીતે કાર્યવાહીના આરોપ લગાવ્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના સરકાર પર આરોપ મૂકતા વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણીમાં અમારા ધારાસભ્યોને પોલીસ અને મશીનરીથી ડરાવીને તેમની બાજુ ખેંચવામાં આવી રહ્યા છે. અમિત ચાવડાએ કોન્ફરન્સમાં પુરાવારૂપે તેમના ધારાસભ્ય પૂંજા વંશનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે પૂંજા વંશને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે. તેમના પર ખોટા કેસ કરી પૂંજા વંશ વિરુદ્ધ ખોટી રીતે કાર્યવાહીના આરોપ પણ ચાવડાએ મૂક્યો હતો.
પુરાવા સાથે અમિત ચાવડાએ સરકાર પર આરોપ મૂકતા રાજનીતિમાં હડકંપ આવી ગયો છે. બે દિવસ પહેલા પણ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કોરોના મુદ્દે સરકારને ઘેરી હતી. ચાવડાએ કોરોનાકાળમાં સરકાર પર પ્રહાર કરીને કોરોના મહામારીમાં સરકારની કામગીરી અંગે અનેક સવાલો ઉભા કર્યા હતા.