-
લોકડાઉન પ માં આપવામાં આવેલ છુટછાટથી લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાના કેસો વધવા પામ્યા છે…
આણંદ : જિલ્લામાં લોકડાઉન પ માં આપવામાં આવેલ છુટછાટથી લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાના કેસો વધવા પામ્યા છે, ત્યારે આવે વધુ ૪ કેસો નોંધાતા તંત્રમાં ચિંતાનો વધારો થયો છે. જેને લઈ હવે કુલ સંખ્યા ૧૪૭ થઈ છે.
આજે નોંધાયેલા ચાર કેસોમાં આણંદ શહેરમાં સો ફુટ રોડ ઉપર આવેલી ક્રિશ્નાપાર્ક સોસાયટીમાં રહેતા હુસેનાબેન અકબરભાઈ ટીનવાલા ઉ.વ. ૨૩ નું કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે. હુસેનાબેન આણંદની સ્મિત
હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા અને તેઓને ત્રણ દિવસ પુર્વે કોરોના પોઝીટીવના લક્ષણો જણાતા તેઓને કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું કોરોના પરીક્ષણ કરાતા તેઓનો કોરોના પોઝીટીવ હોવાનો રીપોર્ટ આવ્યો હતો. આજે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેઓના પરિવારના ચાર સભ્યોના આરોગ્ય પરીક્ષણ કરાયા હતા. તેમજ તેમના મકાન તેમજ આસપાસના વિસ્તારમાં નગરપાલિકાની ટીમ દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જ્યારે સો ફુટ રોડ ઉપર આવેલી શ્રીજીપાર્ક સોસાયટીમાં રહેતા ઉસ્માનશા દિવાન ઉ.વ. ૩૮ જેઓ વ્યવસાયે વકીલ છે તેઓનો પણ કોરોના પરીક્ષણ કરાતા કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે. જ્યારે આણંદ તાલુકાના સારસા ગામે સતકૈવલ સોસાયટીમાં રહેતા નીકુંજભાઈ પટેલ ઉ.વ. ૩૯ તેમજ ખંભાત શહેરમાં અલીંગ ચાર રસ્તા વિસ્તારમાં રહેતા પાર્થ રાણા ઉ.વ. ૨૧ નો આજે કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે. ચારેય દર્દીઓની સ્થિતિ હાલમાં સ્ટેબલ હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
તેમજ વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન વધુ એક દર્દીનું મોત થયું છે. ખંભાતના નાના કલોદરા ગામના 52 વર્ષીય કાંતિભાઇનું મોત થતાં ખાસવાડીમાં સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.