ખેડા : ખેડા જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં એકાએક ઉછાળો આવતાં કોરોના નોકઆઉટ રહીને બેવડી સદીને પાર નિકળી ૨૦૫ પહોંચી ગયો છે. નડિયાદ શહેર માટે ચિંતાની લાગણી જન્મી છે. જયારે કોરોના પોઝિટિવને કારણે બે વ્યકિતનું મોત પણ નિપજ્યું છે. જેમાં નડિયાદ શહેરના શેઠ પોળમાં રહેતા એક વ્યકિતનું મોત નિપજ્યું છે. આમ કેસ વધી રહ્યા હોવાને કારણે આરોગ્ય વિભાગ સહિત સ્થાનિક પ્રજાજનોમાં પણ ફફળાટની લાગણી વ્યાપી ગઇ છે. ખેડા જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસો ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. આ કેસોમાં નડિયાદના વાણિયાવડ વિસ્તારમાં રહેતા ૪૯ વર્ષના પુરૂષ, નડિયાદની જુની મઢીમાં રહેતા ૩૬ વર્ષના પુરૂષ, નડિયાદ કાકરખાડ દવેપોળમાં રહેતા એક ૭૧ વર્ષના પુરૂષ, નડિયાદ જવાહરનગરના એક ૭૫ વર્ષના ભાઇ, નડિયાદ પીજ ભાગોળમાં રેહતા એક ૬૫ વર્ષના ભાઇ તેમજ નડિયાદ પશ્ચિમમાં વિહાર સોસાયટીમાં રહેતા ૮૦ વર્ષના વ્યકિતનેકોરોના પોઝિટિવ આવ્યો છે. જયારે ખેડા તાલુકાના વારસંગ ગામે વાઘેલા ફળિયામાં રહેતા એક ૨૯ વર્ષના મહિલાને કોરોના પોઝિટિવનો કેસ આવેલો છે. તેઓના પતિ કેડિલા કંપનીમાં નોકરી કરે છે. જયાં ૧૫ દિવસ પહેલા કોરોના પોઝિટિવનો કેસ આવ્યો હતો. તેઓના સંપર્કમાં તેઓના પતિ આવતા અને તેઓ ઘરે આવતા પત્તનીને કોરોના થયો હોવાનું અનુમાન છે.
તેઓને હાલમાં નડિયાદની એન.ડી.દેસાઇમાં દાખલ કરેલ છે. જયારે મહુધાના સાસતાપુરમાં એક ૫૫ વર્ષના વ્યકિતને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. ચકલાસી માં આવેલ આઝાદ પોળમાં રહેતા એક બે વ્યકિતઓને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. સાથે સાથે કપડવંજમાં એક ૭૫ વર્ષના પુરૂષને કોરોના પોઝિટિવ આવ્યો છે. જયારે નડિયાદ તાલુકાના ડભાણ ગામે રહેતી એક મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમજ મહેમદાવાદની આસ્થા સોસાયટીમાં પણ એક વ્યકિતને કોરોના પોઝિટિવ આવ્યો છે. આમ ખેડા જિલ્લામાં કોરોના પોઝિટિવના ૧૪ કેસ આવતા કોરોના ના કુલ કેસની સંખ્યા ૨૦પને આંબી ગઇ છે.