વડતાલ : ખેડા જીલ્લામાં માસ્ક ફરજીયાત થતા વડતાલ સંસ્થા દ્વારા ૬૫ હજાર માસ્કનું વિતરણ વિતરણ કરવામાં આવ્યું છે. માસ્ક વિતરણ થાય છે એનો આનંદ છે, આચાર્ય મહારાજશ્રી, ચેરમેનશ્રી દેવ સ્વામી; મુખ્યકોઠારીશ્રી ઘનશ્યામ સ્વામી, નૌતમ સ્વામી વગેરે વડિલોના માર્ગદર્શન અને જીલ્લા વહીવટી તંત્રના સહયોગથી આ તમામ સેવા કાર્ય થઈ રહ્યા છે.
આજ આપણે લોડ ડાઊન અને સોસ્યલ ડીસ્ટન્સનો અમલ કરીએ – કરાવીએ; એ જ સાચી દેશભક્તિ છે : વડતાલ મંદિરના મુખ્યકોઠારીશ્રી ઘનશ્યામ સ્વામી
આજ આપણે લોડ ડાઊન અને સોસ્યલ ડીસ્ટન્સનો અમલ કરીએ – કરાવીએ; એ જ સાચી દેશભક્તિ છે. ઉપરોક્ત શબ્દો માસ્ક વિતરણની માહિતી આપતા વડતાલ મંદિરના આ કોઠારી ડો સંત સ્વામીએ કહ્યા હતા. વડતાલ સંસ્થાએ કોરોનાની ગંભીરતાને સમજીને હોળી ધુળેટી પર રંગોત્સવમા પાણીનો ઊપયોગ કર્યો ન હતો. ત્યારથી આજ સુધી કોરોના અંગે સેવા અને જાગૃતિનું કાર્ય યથા શક્તિ થઈ રહ્યું છે. આજ જ્યારે જીલ્લામાં જાહેરમાં માસ્ક ફરજીયાત થયા છે ત્યારે જેની પાસે હજુ સુધી નથી પહોંચ્યા; એવા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ સંસ્થાએ શરૂ કર્યો છે. આજે ત્રણ હજાર માસ્ક આપવામાં આવ્યા છે. આ બધા જ માસ્ક કાપડના છે. દરરોજ સાંજે ગરમ પાણીથી ધોઈને બીજા દિવસે ફરી ઊપયોગ કરી શકાય છે. અત્યાર સુધીમાં વડતાલ મંદિર દ્વારા એક સેવાભાવી ભક્તના સહયોગથી ૬૫૦૦૦ પાંસઠ હજાર માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે.
સંસ્થા દ્વારા અનાજની કીટ, તાજા શાકભાજીની કીટો, ફ્રુટ્સ અમે માસ્કનુ વિતરણ કરવામાં આવે છે. આપણે એક વફાદાર સૈનિકની જેમ લોકડાઊનનુ પાલન કરીએ અને દેશના સ્વાસ્થ્ય માટે સહભાગી બનીએ; એવી અપેક્ષા. આ તમામ સેવા કાર્યો શ્યામવલ્લભ સ્વામી, ટ્રસ્ટી પાર્ષદ ઘનશ્યામ ભગત અને ગુણસાગર સ્વામીના નેતૃત્વમાં વડતાલ મંદિરના યુવકો દ્વારા કરવામાં આવે છે.