Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ : પુરી-ગાંધીધામ એક્ષપ્રેસમાંથી ચાર શખ્સો ૪૦ કિલો ગાંજા સામે પકડાયા

ગાંજા
નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) ટીમની કાર્યવાહી

આણંદ : નારકોટીંગ્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ની ટીમે સોમવારે રાત્રીના સુમારે આણંદના રેલવે સ્ટેશન ઉપર વોચ ગોઠવીને પુરી-ગાંધીઘામ એક્સપ્રેસ ટ્રેનમાંથી ૪૦.૧૧૦ કિલોગ્રામ ગાંજા સાથે ઉતરેલા બે દંપતી અને એક નાના બાળકને ડિટેઈન કરીને કાર્યવાહી હાથ ધરી છે.એનસીબીની ટીમે ખરેખર ગાંજાની હેરાફેરીમાં કોણ સંડોવાયું છે તે પુછપરછ અને તપાસને અંતે ખાત્રી કર્યા બાદ આવતીકાલે સવારે આ અંગે વધુ ખુલાસા કરનાર હોવાનું જાણવા મળ્યું છે.

નશીલા પદાર્થોનો ગુજરાતમાં બેરોકટોક ચાલતો વેપલો : પોલીસની સઘન પૂછપરછમાં તેઓ ઓરિસ્સાથી અમદાવાદ તરફ જઈ રહ્યા હોવાનું ખૂલ્યું

પોલીસની સઘન પૂછપરછમાં તેઓ ઓરિસ્સાથી અમદાવાદ તરફ જઈ રહ્યા હોવાનું ખૂલ્યું હતું. હાલમાં પોલીસે મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

હાલમાં સમગ્ર તપાસ પૂરી થયા બાદ ગુનેગારોના નામ જાહેર કરાશે. અમદાવાદની એનસીબીની ટીમે બાતમીના આધારે ગાંધીધામ પૂરી એક્સપ્રેસ ટ્રેનમાંથી બે પુરૂષ, બે મહિલા અને એક બાળકની અટકાયત કરી હતી. પોલીસની તપાસમાં તેમની પાસેથી માલસામાનની સાથે ગાંજો મળી આવ્યો હતો. ગાંજો કુલ રૂપિયા ૪૦ કિલો હતો અને તેની કિંમત અંદાજે રૂપિયા ૧૦ લાખની થાય છે.

પોલીસની પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે, ચારેય જણાં મૂળ ઓરિસ્સાના પ્રેમનગરના રહેવાસી છે અને તેઓ ઓરિસ્સાથી ટ્રેનમાં બેઠા હતા.

ગાંજો કોણે આપ્યો હતો અને કોને આપવાનો હતો તે હકીકત જણાવી નહોતી. પણ, અમદાવાદમાં રથયાત્રા હોય ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેઓને પકડાઈ જવાનો ભય હતો.

એટલે તેમણે આણંદ ઉતરી જઈને અહીંયાથી રોડ માર્ગે જવાનું પ્લાનિંગ કર્યું હતું. જોકે, આ સમગ્ર હકીકત પોલીસને મળતાં પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા.

Other News : ગુજરાતની અમૂલને ટ્રેડ માર્કના કેસમાં કેનેડાની કોર્ટમાં જીત મળી

Related posts

આણંદ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે…

Charotar Sandesh

નવરાત્રિ મેળાનો શુભારંભ- નડિયાદમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સખી મંડળો દ્વારા બનાવેલ વિવધ વસ્તુઓનાં વેચાણ માટે નવરાત્રિ મેળો શરૂ

Charotar Sandesh

ડબલ ઋતુને કારણે લોકો પરેશાન, સવારે અને રાત્રે ઠંડક, દિવસે આકળુ તાપમાન…

Charotar Sandesh