Charotar Sandesh
ગુજરાત

ડો. જયંતિ રવિએ કહ્યું કે, ધમણ-૧ વેન્ટિલેટર માટે કોઈ લાયસન્સની જરૂર નથી…

ભારત સરકારની HLL લાઈફ કેરે ૫ હજાર વેન્ટિલેટરનો ઓર્ડર આપ્યો, આત્મનિર્ભરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે’

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના કહેર વચ્ચે સ્વદેશી વેન્ટીલેટરને લઈને રાજનીતિ ગરમાઈ ગઈ છે. કોંગ્રેસના નેતાઓ ધમણ ૧ને લઈ સીએમ વિજય રૂપાણી સહિત ભાજપના નેતાઓને આડે હાથ લીધા હતા. આજે રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી જયંતિ રવિએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને ધમણ-૧ને લઈને વિગતવાર માહિતી આપી હતી. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ ધમણ-૧ ને લઈને સ્પષ્ટતા કરી હતી. જેમાં આરોગ્ય સચિવ વેન્ટીલેટર ધમણ ૧ને લઈને મોટો ખુલાસાઓ કર્યા હતા.

ધમણ ૧ને લઈને કોંગ્રેસે સરકાર પર અનેક આરોપ લગાવ્યા છે ત્યારે આજે જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ધમણ-૧ કે અન્ય કોઈપણ વેન્ટિલેટરના નિર્માણ કે ઉપયોગમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા- DCGI ના લાયસન્સની આવશ્યકતા નથી. ધમણ-૧ વેન્ટિલેટરના નિર્માણથી ગુજરાતે આત્મનિર્ભરતાનું બેનમૂન ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમગ્ર વિશ્વમાં વેન્ટિલેટરની અછત છે ત્યારે ગુજરાતની આ આત્મનિર્ભરતાની પ્રશંસા થવી જોઈએ અને તેને પ્રોત્સાહન મળવું જોઈએ. ધમણ ૧ વેન્ટીલેટરને લઈ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ ખુલાસો કરતા જણાવ્યું કે, રાજકોટની જ્યોતિ CNCએ વિનામૂલ્યે લોકોની સેવા કરી છે. તમામ મંજૂરી બાદ ધમણ ૧નું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ કંપનીએ કોરોના સામેના જંગમાં ગુજરાત માટે ૮૬૬ વેન્ટીલેટર નિઃશુલ્ક સપ્લાય કર્યા છે. ૧૮ એપ્રિલે ૧૦ વેન્ટીલેટર સરકારને પ્રાથમિક ધોરણે આપ્યા હતા. હાલ રાજ્યમાં ધમણ ૧ને લઈને રાજનીતિ થઈ રહી છે, પરંતુ ધમણ ૧ને વેન્ટીલેટરને લાયસન્સની જરૂર જ નહોતી. ગુજરાતના ઈનોવેશનને પ્રોત્સાહન મળવુ જોઈએ. ધમણ ૧ને વેન્ટીલેટરને IEC સર્ટિફિકેટ માટેની પ્રક્રિયા કરી છે અને EQDCએ ધમણને વેન્ટીલેટરનું સર્ટી આપ્યું છે. રાજકોટની જ્યોતિ CNC કંપનીએ બનાવેલું સ્વદેશી વેન્ટીલેટર કૃત્રિમ ફેફસા ઉપર પણ ટેસ્ટ કરવામાં આવ્યું છે. ૯ એપ્રિલે સિવિલમાં ધમણનો લાઈવ ડેમો કરવામાં આવ્યો હતો. જેમાં મેડિકલ એક્સપર્ટે પણ કેટલાક સૂચનો આપ્યા હતા. ધમણ ૧ વેન્ટીલેટરનો ૮ કલાક પ્રયોગ કરાયો હતો. જેમાં મોટી સફળતા મળી છે. આ જોઈને પોંડીચેરી સરકારે ૨૫ વેન્ટીલેટરનો ઓર્ડર આપ્યો છે. જ્યારે મહારાષ્ટ્રના ખાનગી દાતાએ ૨૫ વેન્ટીલેટરનો ઓર્ડર આપ્યો છે. ૐન્ન્ લાઈફકેર દ્વારા ૫૦૦૦ વેન્ટીલેટરનો ઓર્ડર આપ્યો છે.

Related posts

કોરોના સંકટ : શું અમદાવાદ બીજુ “વુહાન” બનવા જઇ રહ્યું છે….?! અમદાવાદમાં આંકડો ૧૧૯૨…

Charotar Sandesh

બ્રેકિંગ : રાજ્યના રસ્તાઓના રિસરફેસીંગ માટે રૂ. ૫૦૮.૬૪ કરોડની ફાળવણી કરાઈ

Charotar Sandesh

ઐતિહાસિક રાણકી વાવ બાદ પાટણને વધુ નવી એક ઓળખ, ૧૦૦ કરોડના ખર્ચે ડાયનાસોર પાર્ક બનશે…

Charotar Sandesh